Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસપી પ્રેમસુખ ડેલુએ યુવા લોકરક્ષકો સાથે સંવાદ કર્યો:પાંચ દિવસની જંગલ તાલીમ અને ટ્રેકિંગ બાદ તાલીમાર્થીઓના અનુભવો જાણ્યા

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી પાંચ દિવસની જંગલ તાલીમ અને ટ્રેકિંગ પૂર્ણ થયા બાદ એસપી પ્રેમસુખ ડેલુએ તાલીમાર્થી હથિયારી લોકરક્ષકો સાથે સંવાદ કર્યો. તેમણે તાલીમ દરમિયાનના અનુભવો અને મુશ્કેલીઓ વિશે જાણ્યું. સંવાદમાં જંગલમાં ટકી રહેવાની તાલીમ, રાત્રિ પેટ્રોલિંગ અને ટ્રેકિંગ દરમિયાન મળેલા અનુભવોની ચર્ચા થઈ. તાલીમાર્થીઓએ મુશ્કેલ સંજોગોમાં શિસ્ત, ધીરજ અને ટીમવર્ક સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો. તેમણે તાલીમમાં શીખેલી બાબતો અને મેદાનમાં આવેલી પરિસ્થિતિઓ વિશે પણ વાત કરી. એસપી ડેલુએ તાલીમાર્થીઓનો પ્રતિસાદ લીધો અને તેમની મુશ્કેલીઓ જાણી. તેમણે જંગલ જેવા મુશ્કેલ સંજોગોમાં માનસિક મજબૂતી, શારીરિક સતર્કતા અને શિસ્તનું મહત્વ સમજાવ્યું.તેમણે પોલીસની રોજિંદી ફરજમાં સાહસ, એકાગ્રતા, સમયસૂચકતા અને ટીમવર્કનું મહત્વ જણાવ્યું. દરેક જવાને પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવવી જોઈએ, એવું માર્ગદર્શન આપ્યું.પાંચ દિવસની આ તાલીમમાં શારીરિક ક્ષમતા ઉપરાંત મુશ્કેલ સંજોગોમાં નિર્ણય લેવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સામૂહિક જવાબદારી વિકસાવવા પર ધ્યાન અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    યમનમાં 2 દિવસમાં બીજો હવાઈ હુમલો, 52નાં મોત:મૃતકોમાં મોટાભાગે મહિલાઓ-બાળકો; હૂતી બળવાખોરોનો આરોપ- સાઉદીએ હવાઈ હુમલો કર્યો
    Next Article
    Devendra Fadnavis To Spend Diwali With Drought-Affected Farmers In Nagpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment