Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરથાણા નેચરપાર્કના મુલાકાતીઓ માટે સુવિધા વધશે:નેચરપાર્કમાં મગરના પિંજરા પાસેની કેન્ટીનનું સંચાલન હંગામી ધોરણે ફાળવાશે

    22 hours ago

    સુરત મહાનગરપાલિકા હસ્તકના સરથાણા નેચરપાર્ક પ્રિમાઈસીસની અંદર આવેલ મગરના પિંજરા પાસેની કેન્ટીન બિલ્ડીંગમાં કેન્ટીનનું સંચાલન હંગામી ધોરણે લાઇસન્સ ફી ભરવાની શરતે ફાળવવાનું મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ માટે સુરત મનપાના ગાર્ડન વિભાગ દ્વારા ઓનલાઈન સીલબંધ ભાવપત્રકો મંગાવવામાં આવ્યા હતા, જેથી આગામી સમયમાં મુલાકાતીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે. ચાર એજન્સીઓ વચ્ચે સ્પર્ધા અને સૌથી ઊંચી બોલી મંગાવવામાં આવેલા ટેન્ડરો અને ક્વોટેશનની પ્રક્રિયામાં કુલ 4 સીલબંધ કવર પ્રાપ્ત થયા હતા. જેમાં KJ Trandz, Nilesh Rajnikant Patel, Arvindbhai Govindbhai Ribadiya અને East India Corporation જેવી એજન્સીઓએ ભાગ લીધો હતો. આ તમામ હરિફાઈમાં 'EAST INDIA CORPORATION' એજન્સીએ સૌથી વધુ માસિક રૂ. 3,55,000 (અંકે રૂપિયા ત્રણ લાખ પંચાવન હજાર પૂરા) ઉપરાંત 18% જી.એસ.ટી., 2% ટી.સી.એસ. અને અન્ય વેરા અલગથી ચૂકવવાની સૌથી ઊંચી H1 ઓફર રજૂ કરી હતી. ફ્રૂડ પ્લાઝાનો કબજો સોંપવાની શરત અને મંજૂર પ્રક્રિયા આ કામગીરી અંતર્ગત ખાસ શરત રાખવામાં આવી છે કે, હાલમાં મેઈન ગેટ પર કાર્યરત સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા ફૂડ પ્લાઝા શોપ (નંબર 1થી 10) નો કબજો સુરત મનપાને સુપરત કરવામાં આવે ત્યાં સુધી મગરના પિંજરા પાસેની કેન્ટીન બિલ્ડીંગમાં કેન્ટીન સંચાલનનો હંગામી પરવાનો અપાશે. નેચરપાર્ક ખાતાના હકારાત્મક અભિપ્રાય અને નિયમોનુસાર યોગ્ય નિર્ણયો બાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં આગ લાગે તો 101 પર ફોન કરજો:ગુજરાતનાં 6 શહેરોમાં ખાસ વ્યવસ્થા, અમદાવાદનાં 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર
    Next Article
    મણિનગરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારુ ભરેલી ક્રેટા પકડી:શામળાજી રાજસ્થાન બોર્ડરથી દારુ લઈને આવતા બે બુટલેગરોની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment