Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં આગ લાગે તો 101 પર ફોન કરજો:ગુજરાતનાં 6 શહેરોમાં ખાસ વ્યવસ્થા, અમદાવાદનાં 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર

    21 hours ago

    દિવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી વચ્ચે આગની દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે રાજ્યના ફાયર વિભાગે ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ સહિત રાજ્યનાં છ મહાનગરોમાં ડાયલ 112ની સાથે હંગામી ધોરણે 101 ઇમરજન્સી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ફટાકડાનાં બજારો, ગીચ વસાહતો અને ભીડભાડવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરાઈ છે. ફાયર ટેન્ડર, વોટર બાઉઝર અને અન્ય સાધનો સાથે કર્મચારીઓ 24 કલાક સ્ટેન્ડબાય રહેશે. અમદાવાદમાં 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર અમદાવાદમાં દિવાળીને ધ્યાનમાં રાખીને શહેરનાં તમામ 18 ફાયર સ્ટેશનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. કાલુપુર, રિલીફ રોડ, લાલ દરવાજા અને બાપુનગર જેવા ગીચ વિસ્તારોમાં આગની ઘટના બને તો ફાયર બ્રિગેડ ઝડપથી પહોંચી શકે તે માટે મિસ્ટ ટેક્નોલોજી ધરાવતી મોટર સાઇકલ અને ક્વિક રિસ્પોન્સ વાહનોની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ પર વોટર બાઉઝર સાથે ફાયર કર્મચારીઓ તૈનાત રહેશે. જૂનાગઢમાં 6 સ્થળોએ 120 કર્મચારીઓની ડ્યૂટી જૂનાગઢમાં ગિરનાર દરવાજા, દોલતપરા ફાયર સ્ટેશન, આઝાદ ચોક, ઝાંસીની રાણી ચોક, ઝાંઝરડા ચોકડી અને મધુરમ ગેટ સહિત છ સ્થળોએ વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં 12-12 કલાકની બે શિફ્ટમાં કુલ 120 કર્મચારીઓ ફાયર ફાઇટિંગ ટીમો અને જરૂરી સાધનો સાથે 24 કલાક સ્ટેન્ડબાય રહેશે. ભાવનગરમાં 11 સ્થળોએ ફાયર ટીમો તૈનાત ભાવનગરમાં ઘોઘા ગેટ, સંસ્કાર મંડળ, જવાહર મેદાન અને ખારગેટ સહિત 11 મહત્ત્વનાં સ્થળોએ 118 કર્મચારીઓની ડ્યૂટી લગાવવામાં આવી છે. ફાયરનાં જરૂરી વાહનો સાથે આ કર્મચારીઓ પણ 12-12 કલાકની શિફ્ટમાં ફરજ બજાવશે. જામનગરમાં ફટાકડા બજાર પાસે પણ ખાસ બંદોબસ્ત જામનગરમાં કુલ નવ સ્થળોએ ફાયર વિભાગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ફાયર સ્ટેશન, જનતા ફાટક અને બેડી વિસ્તારનાં ત્રણ કાયમી સ્ટેશન ઉપરાંત સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ, રાધિકા સ્કૂલ પાસે અને સાધના કોલોની રોડ-ગીન સિટી ખાતે ચાર હંગામી ફાયર સ્ટેશન કાર્યરત રહેશે. આ ઉપરાંત દરબારગઢ સર્કલ અને રંગમતી નદીના પટમાં આવેલા ફટાકડા બજાર ખાતે પણ ફાયર ટીમો તૈનાત રહેશે. કુલ 130 કર્મચારીઓ વાહનો સાથે ફરજ પર રહેશે. ગાંધીનગરમાં 27 ઇમરજન્સી વાહનો તૈયાર ગાંધીનગરમાં સેક્ટર-17, સરગાસણ, ભાટ અને રાંધેજા એમ ચાર ફાયર સ્ટેશન પર 27 ફાયર અને ઇમરજન્સી વાહનો સાથે કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તેમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સહિતનાં વાહનોનો સમાવેશ થાય છે. વડોદરામાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સાથે ટીમો 24 કલાક ફરજ બજાવશે. રાજકોટમાં પણ શહેરનાં તમામ 10 ફાયર સ્ટેશન ખાતે ફાયર ફાઇટિંગ ટીમો અને ઇમરજન્સી વાહનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. ફટાકડા ફોડતી વખતે આ ભૂલ ન કરતા ફાયર વિભાગે નાગરિકોને ખુલ્લા અને સુરક્ષિત સ્થળે જ ફટાકડા ફોડવા અપીલ કરી છે. ફટાકડા જ્વલનશીલ પદાર્થો, વાહનો અને ગીચ વસાહતોથી દૂર ફોડવા જોઈએ. બાળકો ફટાકડા ફોડે ત્યારે તેમની સાથે વડીલોની હાજરી રાખવી અને આગ નિવારણનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. તહેવાર દરમિયાન આગ કે અન્ય કોઈ ઇમરજન્સીની ઘટના બને તો 101 અથવા 112 નંબર પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Kenyan Doomsday Cult Leader Jailed For 200 Years Over 191 Murders
    Next Article
    સરથાણા નેચરપાર્કના મુલાકાતીઓ માટે સુવિધા વધશે:નેચરપાર્કમાં મગરના પિંજરા પાસેની કેન્ટીનનું સંચાલન હંગામી ધોરણે ફાળવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment