Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા ચિલોડા-અમદાવાદ હાઇ-વે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત:સીંગદાણા ભરેલી ટ્રક પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ, એકનું મોત અને ડ્રાઇવર ગંભીર

    9 hours ago

    ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટા ચિલોડાથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે પરના પ્રાંતિયા બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિજાપુરથી સીંગદાણાની બોરીઓ ભરીને કર્ણાટક ખાલી કરવા જઈ રહેલી 14 વ્હીલવાળી ટ્રકને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. આ ભયાનક ટક્કરમાં પાછળ રહેલી ટ્રકના ક્લીનરનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બ્રિજ ચઢતી વખતે આગળ જતી ટ્રક પાછળ વાહન ઘૂસાડી દીધું સમગ્ર બનાવની વિગત અનુસાર, ગત 6 નવેમ્બરના રોજ સવારે આશરે સાડા સાત વાગ્યાના સુમારે ચેતનરામ સોમારામ જાટ પોતાની 14 વ્હીલવાળી ટ્રકમાં સીંગદાણા ભરીને ડાબી સાઈડમાં ધીમી ગતિએ પ્રાંતિયા બ્રિજ ચઢી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી હરિયાણા પાસિંગની ટ્રક (HR-47-F-2586) ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પોતાની ટ્રક આગળ જતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસાડી દીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે પાછળની ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગાંધીનગર સિવિલમાં ક્લીનરને મૃત જાહેર કરાયો અકસ્માતનો ભારે અવાજ સાંભળીને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કેબિનમાં ફસાયેલા ક્લીનર અને ડ્રાઇવરને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ ગંભીર ઇજા પામેલા ક્લીનરને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત ચાલકની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે ડભોડા પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વધુ એક PIની દાદાગીરી સામે આવી:વિડીયો:આતશબાજીના કાર્યક્રમમાં ભીડ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે વકીલ પુત્રનું ગળું દબાવ્યાનો આક્ષેપ
    Next Article
    Happy Diwali 2026: 200+ Wishes, WhatsApp Messages, Status, Quotes, Greetings To Share With Friends And Family

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment