Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હમીરપુર ડમ્પિંગ સાઇટ પર સ્થાનિકોએ કચરાના વાહનો અટકાવ્યા:આગ- દુર્ગંધની સમસ્યાથી કંટાળી ગ્રામજનોએ વિરોધ કર્યો; કચરાના યોગ્ય નિકાલ માટે કાયમી ઉકેલની માંગણી કરાઈ

    7 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા હમીરપુર ગામ ખાતેની ડમ્પિંગ સાઇટ પર કચરો ઠાલવવા આવેલા વાહનોને સ્થાનિક ગ્રામજનોએ અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના આક્રોશના કારણે ગોધરા નગરપાલિકા દ્વારા કચરો ઠાલવવાની કામગીરી અટકી પડી હતી. બનાવ અંગે જાણ થતાં જ નગરપાલિકા વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગ અને દુર્ગંધથી સ્થાનિકોમાં ભારે આક્રોશ હમીરપુર ડમ્પિંગ સાઇટ પર એકત્ર કરાયેલા કચરાના મોટા ઢગલાઓમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. આ આગના કારણે આસપાસના રહેણાક વિસ્તારોમાં સતત ઝેરી ધુમાડો અને અસહ્ય દુર્ગંધ ફેલાતી હોવાની સ્થાનિકોની મુખ્ય ફરિયાદ છે. ગોધરા નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતાં વાહનો દ્વારા નિયમ મુજબ કચરો નાખવાને બદલે ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી રોક લગાવાઈ સમસ્યા અંગે નગરપાલિકા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં આખરે ગ્રામજનોએ એકઠા થઈને વાહનો અટકાવી દીધા હતા. સ્થળ પર પહોંચેલા નગરપાલિકાના અધિકારીઓએ ગ્રામજનો સાથે મધ્યસ્થી કરી મામલો ઉકેલવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવે અને આગ લાગવાની ઘટનાઓ રોકવા કાયમી પગલાં લેવાય, ત્યાં સુધી કામગીરી ફરી શરૂ થવા દેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    વડોદરા કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નવો વળાંક:કોર્ટના હુકમ બાદ PI કિરીટ લાઠિયાનો ખુલાસો, ‘તમામ આક્ષેપો પાયાવિહોણા, ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ’
    Next Article
    बिजनौर में गैस सिलेंडरो से भारी बाइक रिक्शा में लगी आग, बड़ा हादसा टला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment