Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ભારતીયો સાથે દિવાળી ઉજવી:ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો, હનુમાન ચાલીસા ભેટ આપવામાં આવી; 'જુગ જુગ જીઓ'ના આશીર્વાદ મળ્યા

    7 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી. આ દરમિયાન તેમણે ભારતીય મૂળના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો. આ પ્રસંગે તેમને હનુમાન ચાલીસાની એક નકલ પણ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે તેમના વહીવટીતંત્રમાં સામેલ ભારતીય મૂળના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓના CEO હાજર રહ્યા. સમારોહમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને જાણીતા શેફ વિકાસ ખન્ના પણ સામેલ થયા. ભારતીય ઉદ્યોગપતિઓએ ટ્રમ્પ માટે ‘જુગ-જુગ જીઓ’નો સંદેશ આપ્યો અને ભારત-અમેરિકાની મિત્રતા વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી. વિદેશ મંત્રી રૂબિયો પણ સમારોહમાં પહોંચ્યા ઓવલ ઓફિસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી પણ હાજર હતા. ભારતમાં અમેરિકાના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, માઇક્રોન ટેક્નોલોજીના CEO સંજય મેહરોત્રા અને જાણીતા શેફ વિકાસ ખન્ના પણ સમારંભમાં સામેલ થયા હતા. આ ઉપરાંત ઉદ્યોગપતિ રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લમપતિ અને હેતલકુમાર પટેલ પણ પહોંચ્યા હતા. વ્હાઇટ હાઉસમાં કાર્યક્રમોના આયોજનની જવાબદારી સંભાળતા અરવિંદ ચઢ્ઢા પણ હાજર હતા. વિશાલ ગોંડલે એક્સ પર લખ્યું, “ઓવલ ઓફિસમાં પ્રકાશ અને પરસ્પર જોડાણની આ એક ખાસ ક્ષણ છે.” તેમણે કહ્યું કે ટ્રમ્પ સાથે દિવાળી મનાવવી તેમના માટે સન્માનની વાત છે. ગોંડલના જણાવ્યા મુજબ, હનુમાન ચાલીસાની આ પ્રત ભગવાન હનુમાનને સમર્પિત તુલસીદાસનું ભજન છે, જેને લાખો લોકો હિંમત, ભક્તિ અને શક્તિ માટે વાંચે છે. બુશે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા શરૂ કરી હતી વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે શરૂ કરી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમો વ્હાઇટ હાઉસ પાસે આવેલી આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા. તેમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અને ભારતીય રાજદ્વારીઓ સામેલ થતા હતા. 2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે ઈસ્ટ રૂમમાં યોજાયેલા સમારોહમાં દીવો પ્રગટાવ્યો હતો. ત્યારથી વ્હાઇટ હાઉસના અલગ-અલગ ભાગોમાં દિવાળી સમારોહ યોજાવા લાગ્યા. તેમાં ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ પણ સામેલ છે. -------------------------- આ સમાચાર પણ વાંચો: ટ્રમ્પ એકલા પડ્યાં?:મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ વિદેશ મંત્રી રૂબિયો અને ઉપરાષ્ટ્રપતિ વાન્સે સાથ છોડવાની તૈયારી કરી હોવાનો દાવો અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો ટ્રમ્પનો સાથ છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, રુબિયો પોતાના ભવિષ્યના વિકલ્પો અંગે ચર્ચા કરી રહ્યા છે. જોકે, તેમણે તેનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ ટ્રમ્પથી અંતર બનાવી રહ્યા છે. વેન્સ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી માટે ટ્રમ્પથી નારાજ મતદારોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 448: अमेरिका के मिडटर्म चुनाव में ट्रंप की हार और उत्तर भारत में गहराता प्रदूषण
    Next Article
    હાઇકોર્ટમાં ગયેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં પાલિકાની દરખાસ્ત:SMCનો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રિપોર્ટ, 'જાહેર રસ્તાના દબાણ દૂર કરવા સામે આવાસ ફાળવવાની કોઈ પોલિસી નથી'

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment