Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મકાનની બાલ્કની તૂટતા એકનું મોત:ગુરુદ્વારા ચોકડી પાસે બીજા માળેથી નીચે પટકાયેલાં મહિલા કાટમાળમાં દબાયા, જીજી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા

    14 hours ago

    જામનગર શહેરના ગુરુદ્વારા ચોકડી નજીક આવેલા આર. ટી. જાડેજા ફ્લેટમાં બપોરે બીજા માળે આવેલો અત્યંત જર્જરિત રવેશ અચાનક ધરાશાયી થતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ ફેલાઈ ગયો છે. રવેશ તૂટતાં નીચે પટકાયા અને કાટમાળ નીચે દબાયા ગુરુદ્વારા નજીક આવેલા આ ફ્લેટ્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતા. આજે બપોરે આશરે 12:30 વાગ્યે બીજા માળના ફ્લેટનો રવેશ ધડાકાભેર તૂટી પડ્યો હતો. રવેશ તૂટી પડવાની સાથે જ ત્યાં હાજર મહિલા સીધી નીચે પટકાઈ હતી અને ઉપરથી કાટમાળ પડતાં તેઓ ગંભીર રીતે દબાઈ ગયા હતા. ફાયર ઓફિસરનું નિવેદન ઘટના અંગે ફાયર ઓફિસર અનવર ગજણે જણાવ્યું હતું કે, બપોરે 12:30 વાગ્યે કંટ્રોલ રૂમમાં કોલ મળતાં જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે દબાયેલા આશરે 35થી 40 વર્ષીય વૈદેહીબા જાડેજાને ભારે જહેમત બાદ બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તંત્ર દ્વારા જોખમી ભાગ ઉતારી લેવાયો દુર્ઘટના બાદ અન્ય કોઈ જાનહાનિ કે જોખમ ન સર્જાય તે માટે સાવચેતીના પગલારૂપે મકાનના બાકીના ઊભેલા જર્જરિત ભાગને ફાયર બ્રિગેડ દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહિલાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું:વરસાદના કારણે DLS નિયમથી નિર્ણય લેવાયો; ગુરનૂર બરારે 4 વિકેટ લીધી
    Next Article
    પૃથુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ:ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે, RSS સાથે સંકળાયેલા વધુ એકની યુનિવર્સિટીના વડા તરીકે વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment