Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની સંકલન બેઠકમાં માત્ર ૩ ધારાસભ્યો હાજર:કુમાર કાનાણીના બ્રિજ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ત્રણેય ધારાસભ્યોની આક્રમક રજૂઆતો

    9 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિવારણ અને વિકાસકાર્યોની સમીક્ષા કરવા માટે સમયાંતરે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે મળેલી સંકલન બેઠકમાં શહેરી વિકાસના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બેઠકનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું હતું કે, સુરત શહેરમાં કુલ દસ ધારાસભ્યો હોવા છતાં, દિવાળીના તહેવારોના પર્વ નિમિત્તે મોટાભાગના ધારાસભ્યો 'દિવાળી મોડ'માં જોવા મળ્યા હતા અને માત્ર ત્રણ જ ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા હતા. તહેવારોની મોસમને કારણે મોટાભાગના જનપ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હોવા છતાં, હાજર રહેલા ત્રણેય ધારાસભ્યોએ પોતપોતાના મતવિસ્તારના પડતર અને સળગતા પ્રશ્નોને પાલિકા તંત્ર સમક્ષ ઉઠાવીને અધિકારીઓને ઘેરવાના પૂરા પ્રયાસ કર્યા હતા અને લોકપ્રશ્નોને વાચા આપી હતી. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાની રસ્તા બાબતે રજૂઆત સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલનની આ બેઠકમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ તેમજ સેન્ટ્રલ ઝોનની નાગરિક સમસ્યાઓને લઈને મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે શહેરમાં ભૂગર્ભ ગટર લાઈન, પીવાના પાણીની લાઈન તેમજ અન્ય અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદવામાં આવ્યા છે, પરંતુ આ ખોદકામ બાદ રસ્તાઓની યોગ્ય પૂરવણી કે રીપેરીંગ ન થવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને તેમણે માંગ કરી હતી કે પાણી અને ગટરની લાઈનો માટે ખોદાયેલા તમામ મુખ્ય અને આંતરિક રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને કાયમી ઉકેલ તરીકે ત્યાં મજબૂત આરસીસી રોડ બનાવવામાં આવે, જેથી નાગરિકોને ખાડાઓમાંથી કાયમી મુક્તિ મળી શકે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન અંગે વાત કરતા અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે સુરતના ઐતિહાસિક અને ગીચ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વોરા સમાજની દેવડી આસપાસના ચાર રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ રસ્તાઓ બંધ હોવાના કારણે આસપાસના રહીશો, વેપારીઓ અને સામાન્ય રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. લોકોની આ ન્યાયી રજૂઆતના પગલે ધારાસભ્ય અરવિંદ રાણાએ આ પ્રશ્ન બેઠકમાં ભારપૂર્વક રજૂ કર્યો હતો, જેના જવાબમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરે સકારાત્મક વલણ દાખવીને વહેલી તકે સ્થળ તપાસ કરી આ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવવાની હૈયાધરપત આપી હતી. કુમાર કાનાણીએ બ્રિજના કારમમાં અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાની આગવી અને આક્રમક શૈલીમાં વરાછા બ્રિજ નીચે ચાલી રહેલા કામોમાં અનિયમિતતાનો મુદ્દો ઉઠાવીને ખળભળાટ મચાવી દીધો હતો. બેઠકમાં વરાછાબ્રિજ નીચેના કામો વિશે વાત કરતા ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે વરાછા બ્રિજ નીચે લાંબા સમયથી રીપેરીંગ અને ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરી કોઈ ચોક્કસ એજન્સીને કોન્ટ્રાક્ટ પર સોંપવામાં આવી હતી, પરંતુ નિયમ અને કરાર મુજબ આ કામ નિર્ધારિત સમયમર્યાદામાં એટલે કે વર્ષ પૂરું થઈ ગયા છતાં હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. કામમાં અસાધારણ વિલંબ થવાને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એજન્સી દ્વારા કામ સમયસર પૂર્ણ ન કરવા પાછળ વહીવટી લાપરવાહી અથવા ભ્રષ્ટાચાર હોવાની પ્રબળ આશંકા છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે આ બ્રિજ રીપેરીંગના કામમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરવામાં આવી છે, તેથી આ ગંભીર બાબતની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે સંકલનની બેઠકમાં સત્તાવાર રીતે વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી હતી અને ઉમેર્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ દોષિત સાબિત થતી એજન્સી વિરુદ્ધ કડકથી કડક શિસ્તભંગ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. હોટફિક્સ મામલે કરંજના ધારાસભ્યની રજૂઆત કરંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ સુરત શહેરની સ્વચ્છતા, પર્યાવરણ અને વ્યવસાયિક શિસ્તના મુદ્દાને સંકલન બેઠકમાં પ્રમુખસ્થાન આપ્યું હતું. બેઠકમાં હોટફિક્સ અંગે રજૂઆત કરતા ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ગંદકી અટકાવવા અને યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા અલગ-અલગ ચાર સ્થળોએ સ્પોર્ટ હોટફિક્સ લેવા માટે નક્કી કરવામાં આવ્યા છે અને આ હોટફિક્સ તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે ચોક્કસ વાહનો પણ ફાળવવામાં આવ્યા છે, જેથી શહેરમાં ગમે ત્યાં કચરો ફેંકવાની સમસ્યા નિવારી શકાય. તેમણે હોટફિક્સના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હોટફિક્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ક્યાંય પણ ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. સુરત શહેર તેની સ્વચ્છતા માટે સમગ્ર દેશમાં જાણીતું છે, અને આ ગૌરવભરી ઓળખ જાળવી રાખવા માટે માત્ર સરકારી તંત્ર કે પાલિકા જ નહીં, પરંતુ દરેક નાગરિકની આ પાયાની સામાજિક જવાબદારી બને છે કે તેઓ શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનો પૂરો સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    જામનગર મનપાએ કાળી ચૌદસે 5 કૌભાંડી કર્મીઓને બરતરફ કર્યા:વેરો ઘટાડવાના કૌભાંડમાં 3 ઓપરેટર અને 2 પ્યુન ઘરભેગા; કાયમી કર્મચારી સહિત 2 સામે ખાતાકીય તપાસ
    Next Article
    દિવાળી-છઠપૂજા પર સુરત ખાલી થવા લાગ્યું!:15,000ની ક્ષમતાવાળો હોલ્ડિંગ એરિયા હાઉસફુલ; મુસાફરો 5-10 કલાક રાહ જોવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment