Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોને ધમકી આપી પૈસા પડાવતા કિન્નરો ઝડપાયા:ગીતા મંદિર બસ સ્ટેશન પર દાદાગીરી કરતા કિન્નરો સામે ટ્રાફિક ઈન્સપેક્ટરે ફરિયાદ નોંધાવી

    19 hours ago

    અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશન ખાતે મુસાફરો અને એસ.ટી. નિગમના ચાલકો માટે ત્રાસરૂપ બનેલી એક ઘટના સામે આવી છે. જેમાં બસ સ્ટેશનના બહાર નીકળવાના ગેટ પાસે જાહેરમાં એસ.ટી. બસોને અટકાવીને મુસાફરો પાસે બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવતી અને પૈસા નહીં આપનાર મુસાફરોને માર મારવાની ધમકી આપતી કિન્નર ત્રિપુટી સામે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. મુસાફરો પૈસા ન આપે તો મારવાની ધમકી આપતા ​ગીતા મંદિર એસ.ટી. નિગમમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે સિકંદરભાઈ હસનભાઈ કુરેશી ફરજ બજાવે છે. ગત 6 નવેમ્બરે સાંજૂના જયારે સિકંદરભાઈ તેમની ફરજ પર હાજર હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે ગીતામંદિર બસ સ્ટેશનના બહાર નીકળવાના ગેટ પાસે કેટલાક કિન્નરો એસ.ટી. બસોને અડચણ પેદા કરી રોકી રહ્યા છે. ​આ અંગે ટ્રાફિક કંટ્રોલર રાજકુમાર મિશ્રા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર ગીરીશભાઈ પટેલ અને અસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર મુસ્તાક અહેમદ મલેક સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ કિન્નરો એસ.ટી. બસો રોકીને હોબાળો મચાવતા પકડાયા હતા. તેમજ બસમાં ચઢીને મુસાફરો પાસે રૂપિયા માંગતા હતા અને આપવાની ના પાડે તો માર મારવાની ધમકી આપતા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ​સિમરન દે સુરભી દે પાવૈયા, ​આઈનાદે સુરભી દે પાવૈયા,​રૂચિકા દે સુરભી દે પાવૈયા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    1 લાખ રુપિયાની કડકડતી નોટના બંડલોનું દિવાળી બોનસ:સુરતના શેઠે 20 કર્મચારી પર તિજોરી ઠાલવી, નેટિઝન્સે કમેન્ટમાં લખ્યું-'નોકરી અહીં જ કરવી છે!
    Next Article
    Analysis: Akali Dal's Old Guard Returns, But Can Badals Win Back Punjab?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment