Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કારે અકસ્માત સર્જ્યો:રેસકોર્સ રીંગરોડ પર દિવાળીને લઈને રંગોળી સ્પર્ધાને કારણે એક તરફનો રસ્તો બંધ થતા એકસીડન્ટ થયું

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રેસકોસ રીંગરોડની ફરતે અલગ અલગ પ્રકારની રંગોળીઓ કરવામાં આવનાર છે જેને લઇને 7 અને 8 નવેમ્બર એમ બે દિવસ એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકે આજે 7 નવેમ્બરના સવારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના ડ્રાઇવર દ્વારા સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેને લઈને બંને કારના બોનેટમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાટર થઈને એરપોર્ટ રોડ સુધી જતો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને જમણી તરફથી જ આવક જાવકના બંને વાહનોને પસાર થવું પડે છે. જેના લીધે આજથી બે દિવસ ટ્રાફિકજામ અને અકસ્માતની સમસ્યા રહેશે. આ દરમિયાન આજે સવારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની કાર અને સામેથી આવતી ઈલેક્ટ્રીક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈલેક્ટ્રીક કાર ચાલક પોલીસ હેડ ક્વાટરથી બહુમાળી ભવન ચોક તરફ આવી રહ્યો હતો ત્યારે એક તરફનો રસ્તો બંધ હોવાથી રોંગ સાઈડમાં આવતી સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કાર સાથે અકસ્માત થયો હતો. જોકે આ સમયે કારમાં ડીન ન હતા. અકસ્માત બાદ થોડી વારમાં જ તે કારચાલક નીકળી ગયો હતો. કારણકે સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કારમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.કમલ ડોડીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સવારે મારા ડ્રાઇવર મને ઘરે તેડવા માટે આવતા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બાદ ડ્રાઇવર એ જણાવ્યું હતું કે દિવાળીને લાઈને રંગોળી સ્પર્ધાના લીધે એક તરફનો રસ્તો બંધ હતો અને તેને કારણે આ અકસ્માત થયો હતો. જેથી હું આપને તેડવા નહીં આવી શકું. જ્યારે સામે પક્ષે ઈલેક્ટ્રીક કારમાં નુકસાન પહોંચ્યું તેમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, કારનો વીમો હોવાથી અમારે કંઈ કેસ કરવો નથી.
    Click here to Read More
    Previous Article
    નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સોના-ચાંદીમાં સામાન્ય તેજી:સોનું ₹1398 વધીને ₹1.41 લાખનું થયું; ચાંદી ₹1524 વધી, ₹1.83 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે
    Next Article
    પાટણમાં લાયન્સ ક્લબે પરિવારોને મીઠાઈ-કપડાં આપ્યાં:દિવાળીએ સ્લમ વિસ્તારોમાં 250થી વધુ પેકેટ વહેંચ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment