Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ છાતીમાં ચપ્પુ ભોંકી દીધું:અમદાવાદમાં ઘરકંકાસમાં નિવૃત આર્મીમેન પતિની હત્યા, ફરાર મહિલાની ધરપકડ

    1 day ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે ઘરકંકાસ અને સામાન્ય બોલાચાલીનો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. ઘરકંકાસ અને જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ ચપ્પુ વડે નિવૃત આર્મીમેમ પતિની છાતીના ડાબા ભાગે ઘા ઝીંકી દેતા પતિનું મોત નીપજ્યું હતું. આ અંગે નરોડા પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. રસોડામાંથી ચપ્પુ લાવી છાતીના ભાગે મારી દીધુ નિવૃત આર્મીમેન અને હાલમાં gmdcમાં કોન્ટ્રાકટ બેઝમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા દિલીપભાઈ સોમાજી ખરાડી ​અમદાવાદની નરોડા સ્માર્ટ સિટી-2માં પત્ની નિર્મલા સાથે રહેતા હતાં. દિલીપભાઈ પિતા સોમાજી રાજકોટમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત છે. દિલીપભાઈ અને પત્ની નિર્મલા વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડાઓ થતા હતા. ગુરુવારે (5 નવેમ્બર) રાત્રે પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ વાતથી પત્નીએ ઉશ્કેરાઈને રસોડામાંથી ચપ્પુ લઈ આવીને પતિ દિલીપભાઈની છાતીના ડાબા ભાગે મારી દીધું હતું. ગંભીર ઇજાથી દિલીપભાઈનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પત્ની ભાગી ગઈ હતી. પૈસા અને જમવાની બાબતે ઝઘડા થતા આ અંગે નરોડા પોલીસે પત્ની નિર્મલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે જમવામાં આવી રસોઈ કેમ બનાવી? કેમ આ બનાવ્યું? તે બાબતે પણ અનેકવાર ઝઘડા થયા હતા. આટલું જ નહિ રૂપિયા બાબતે પણ ઘરકંકાસ થયો હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'મારી બાયોપિક બની, તો ઘણા લોકો ડૂબી જશે':સલમાનનો અંગત જીવનના વણકહ્યા કિસ્સા તરફ ઈશારો; રામાનંદ સાગરની 'રામાયણ' જોઈ હોવાનો ખુલાસો કર્યો
    Next Article
    સુરત ખાલી થવા લાગ્યું, હોલ્ડિંગ એરિયા હાઉસફુલ:દિવાળી-છઠપૂજા પર વતન જવા ઉધના સ્ટેશને મહેરામણ ઊમટ્યું; મુસાફરો 5થી 10 કલાક રાહ જોવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment