Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિજીત ભટ્ટાચાર્યે દલેર મહેંદીની ટીકા કરી:પંજાબી સિંગરનો દીકરો ભડક્યો, કહ્યું- 'થોડા વ્યૂઝ માટે કંઈ પણ બોલે છે'; જાણો સમગ્ર વિવાદ

    18 hours ago

    ઉત્તરાખંડમાં એક પરફોર્મન્સ દરમિયાન સિંગર દલેર મહેંદી પર દારૂ પીને પરફોર્મ કરવાનો આરોપ લાગ્યો. મંત્રીએ મંચ પર ચઢીને તેમનું અપમાન કર્યું, જેના કારણે વિવાદ વધ્યો. વિવાદ બાદ તાજેતરમાં સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ એક પરફોર્મન્સ દરમિયાન કહ્યું કે, દલેર મહેંદી માત્ર લિપ-સિંક કરી રહ્યા હતા અને તેઓ ઊભા પણ રહી શકતા નહોતા. અભિજીતના નિવેદન પર હવે દલેર મહેંદીનો દીકરો ગુરદીપ ભડકી ઊઠ્યો. તેણે પિતાનો બચાવ કરતાં કહ્યું કે, ખરાબ સમય ક્યારેય પણ આવી શકે છે. 'અમે બધું લાઇવ ગાઈ રહ્યા છીએ' ગુરદીપે એક પરફોર્મન્સ દરમિયાન પ્રેક્ષકોને કહ્યું- ‘તમને જાણીને ખુશી થશે કે અમે જેટલું પણ ગાઈ રહ્યા છીએ, તે બધું લાઇવ ગાઈ રહ્યા છીએ, કોઈ લિપ-સિંકિંગ થઈ રહ્યું નથી. આ માટે પાપાજીનો આભાર, એક વાર દલેર મહેંદીજી માટે તાળીઓ. મેં હંમેશાં લાઇવ ગાવાનું શીખ્યું છે. લાઇવ ગાવામાં કેટલીક ભૂલો થાય છે.’ તેમણે આગળ કહ્યું, ‘કેટલાક આર્ટિસ્ટ એવા છે, જે થોડા વ્યૂઝ માટે ગમે ત્યાં ગમે તે નિવેદન આપી દે છે. તાજેતરમાં અભિજીત દાદાએ જે કર્યું, તેમની પાસેથી મને એવી અપેક્ષા નહોતી કે તેઓ આવું કંઈ બોલશે, એ પણ આટલા દિગ્ગજ સિંગર માટે. બાકી તેઓ જે ગાઈ રહ્યા હતા, તે લાઇવ જ ગાઈ રહ્યા હતા. હું તમને તેમની ફૂટેજ મોકલી દઈશ. તેઓ લિપસિંક કરી રહ્યા નહોતા. બાકી ખરાબ સમય અને સારો સમય ક્યારેય પણ આવી શકે છે.’ અભિજીત ભટ્ટાચાર્યનું નિવેદન શું હતું? છત્તીસગઢના એક ઇવેન્ટમાં પરફોર્મ કરતાં અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું, ‘એક કેસ થયો હતો, જ્યાં સ્ટેજ પર આવીને મંત્રી સાહેબે કહ્યું હતું કે, તમે ગીત નથી ગાઈ રહ્યા, તમારાથી ઊભું પણ નથી થઈ શકતું. તેઓ સાચું કહી રહ્યા હતા, પરંતુ તેઓ વિલન બની ગયા. પરંતુ આ જ સ્ટેજ પર આવું થાય છે. તમે લોકો છત્તીસગઢમાં આવું થવા ન દેતા. હું બેસુરો ગાઈશ, થાકી જઈશ, પરંતુ લાઇવ જ ગાઈશ. હું ક્યારેય તમારી સાથે છેતરપિંડી નહીં કરું. ગીતના નામે માત્ર મોઢું જ નહીં હલાવું.’ વાંચો શું છે દલેર મહેંદીનો સમગ્ર વિવાદ દલેર મહેંદીએ 18 ઑક્ટોબરે ટિહરીના ‘સિદ્ધપીઠમાં કુન્જાપુરી પર્યટન અને વિકાસ મેળા’માં પરફોર્મન્સ આપ્યું હતું. તેઓ વચ્ચે-વચ્ચે ગાઈ રહ્યા હતા, ત્યારે ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી સુબોધ ઉનિયાલ મંચ પર આવ્યા અને ઠપકો આપતાં કહ્યું- 'તમે દારૂ પીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો, ગાઈ પણ રહ્યા નથી. તમને ખબર છે ને કે અહીંથી એક સિંગરની ધોલાઈ કરીને તેને મોકલવામાં આવ્યો હતો. તેને એટલો મારવામાં આવ્યો હતો કે હવે તેનો બાપ પણ અહીં આવી શકતો નથી.' દલેર મહેંદીએ કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ ઊભા રહ્યા. તેઓ ખૂબ અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા, પરંતુ થોડી વાર પછી તેમણે ફરીથી ગાવાનું શરૂ કરી દીધું. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દલેર મહેંદીના ભાઈ અને સિંગર મીકા સિંહ ભડકી ઊઠ્યો અને કહ્યું કે દલેર મહેંદીએ જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી. મીકાએ જણાવ્યું કે દલેર મહેંદીની તબિયત ખરાબ હતી, તેમ છતાં તેમણે લગભગ દોઢ કલાક સુધી પરફોર્મ કર્યું. સાથે જ તેમણે કહ્યું કે જો મંત્રીએ માફી નહીં માગી, તો કલાકારો ઉત્તરાખંડ આવવાનું બંધ કરી દેશે. શિલ્પા શેટ્ટી, રાજપાલ યાદવ, અનુપમ ખેર, બાદશાહ, શાન, કપિલ શર્મા સહિત અનેક સેલેબ્સે મંત્રીના વલણની કડક નિંદા કરી. મંત્રીએ કહ્યું- 'રાજીનામું આપવું મંજૂર, પરંતુ માફી નહીં માગું' ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ અનુસાર, કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલને પૂછવામાં આવ્યું કે, જો ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ તેમને દલેર મહેંદી પાસે માફી માગવાનો નિર્દેશ આપે તો તેઓ શું કરશે? ત્યારે ઉનિયાલે કહ્યું કે, તેઓ માફી માગવાને બદલે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું પસંદ કરશે. તેમણે કહ્યું કે, 'જીવનમાં કોઈપણ પદ અથવા વસ્તુ કરતાં આત્મસન્માન વધુ મહત્વપૂર્ણ હોય છે અને હું તેની સાથે કોઈ સમાધાન નહીં કરું.'
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાના પેસર્સ સામે કિવી બેટર્સ ઘૂંટણીએ પડ્યા:ન્યૂઝીલેન્ડની 55 રનમાં 5 વિકેટ પડી ગઈ; આકિબ નબી, ગુરનૂર બરાર અને અંશુલ કંબોજે તરખાટ મચાવ્યો
    Next Article
    પાલનપુર GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ફેલાઈ:બાજુના લાકડાના ગોડાઉન સુધી પહોંચી; પાલનપુર-ડીસાના ફાયર ફાઇટરોએ આગ કાબૂમાં લીધી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment