Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા ફોજદારી કાયદાના અમલની પ્રગતિનો તાગ મેળવશે:અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

    18 hours ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા સહિતના ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી, સાયબર ક્રાઇમ અને રાજ્યની આંતરિક સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. ગુજરાતમાં નવા ફોજદારી કાયદા અમલી બન્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી, તપાસની પ્રક્રિયામાં આવેલા ફેરફારો, ગુનાના કેસોમાં નવા કાયદાની જોગવાઈઓનો ઉપયોગ અને અમલીકરણમાં આવી રહેલા પડકારો અંગે અમિત શાહ વિગતો મેળવશે. ખાસ કરીને નવા કાયદા હેઠળ પોલીસ તપાસ, પુરાવા એકત્ર કરવાની પદ્ધતિ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાની દિશામાં થયેલી કામગીરીની સમીક્ષા થાય તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પણ બેઠકનો મહત્ત્વનો મુદ્દો રહેશે. દરિયાઈ સરહદ મારફતે થતી ડ્રગ્સની ઘૂસણખોરી, આંતરરાજ્ય નેટવર્ક અને ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા સંગઠિત ગુનાઓ સામેની કાર્યવાહી અંગે ચર્ચા થઈ શકે છે. સાયબર ગુનાઓમાં વધી રહેલા નાણાકીય ફ્રોડ, ડિજિટલ છેતરપિંડી અને ગુનેગારો સુધી પહોંચવાના પડકારો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક સહિત ગૃહ વિભાગ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ બેઠકને ગુજરાતના ગૃહ અને પોલીસ તંત્રની કામગીરીની સમીક્ષા તેમજ આગામી સુરક્ષા પડકારો સામેની તૈયારીઓના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય બાળકોને દિવાળીનાં કપડાં ખરીદવા લઈ ગયા:જગદીશ મકવાણાએ કારમાં બેસાડીને બાળકોને પસંદગીનાં નવાં કપડાં લઈ આપ્યા
    Next Article
    Ramayana Box Office Collection Day 2: Ranbir Kapoor Film Crosses Rs 200 Crore Mark Worldwide, Rs 100 Crore In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment