Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય બાળકોને દિવાળીનાં કપડાં ખરીદવા લઈ ગયા:જગદીશ મકવાણાએ કારમાં બેસાડીને બાળકોને પસંદગીનાં નવાં કપડાં લઈ આપ્યા

    13 hours ago

    ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જરૂરિયાતમંદ બાળકોને દિવાળીનાં કપડાં ખરીદવા સુરેન્દ્રનગરના રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલમાં લઈ ગયા હતા. બાળકોએ પોતાની પસંદગીનાં નવાં કપડાં લીધાં હતાં. ‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે મકવાણાએ બાળકો સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. તેઓ સરકારી વાહનને બદલે પોતાની ખાનગી કાર જાતે ચલાવીને બાળકોને મોલમાં લઈ ગયા હતા. ધારાસભ્ય મકવાણાએ કહ્યું કે દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ બીજાના જીવનમાં ખુશીઓ લાવવાનો અવસર પણ છે. દરેક બાળકને પોતાની પસંદગીનાં કપડાં પહેરવાની અને તહેવારની ખુશીઓ માણવાની ઇચ્છા હોય છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો તે તેમના માટે આનંદની વાત છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે સમાજના સક્ષમ લોકોને પોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ પરિવારો સાથે તહેવારની ખુશીઓ વહેંચવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અપનાવવાની અપીલ; વિજેતા અને રનર્સ-અપ ટીમને શિલ્ડ અપાઈ
    Next Article
    નવા ફોજદારી કાયદાના અમલની પ્રગતિનો તાગ મેળવશે:અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment