Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ છાતીમાં ચપ્પુ ભોંકી દીધું:નરોડામાં સામાન્ય ઘરકંકાસમાં પતિની હત્યા, ફરાર મહિલાની ધરપકડ

    11 hours ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે ઘરકંકાસ અને સામાન્ય બોલાચાલીનો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. ઘરકંકાસ અને જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ ચપ્પુ વડે પતિની છાતીના ડાબા ભાગે ઘા ઝીંકી દેતા પતિનું મોત નીપજ્યું હતું. આ અંગે નરોડા પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. રસોડામાંથી ચપ્પુ લાવી છાતીના ભાગે મારી દીધુ ​નરોડા સ્માર્ટ સિટી-2માં રહેતા દિલીપભાઈ સોમાજી ખરાડી તેમની પત્ની નિર્મલા સાથે રહેતા હતાં. પતિ-પત્ની વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર કઈકને કઈક બાબતે ઝઘડો થતો હતો. ગુરુવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ફરીથી ઝઘડો થયો હતો, જેથી પત્નીએ ઉશ્કેરાઈને રસોડામાંથી ચપ્પુ લઈ આવીને પતિ દિલીપભાઈની છાતીના ડાબા ભાગે મારી દીધું હતું. ગંભીર ઇજાથી દિલીપભાઈનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પત્ની ભાગી ગઈ હતી. પૈસા અને જમવાની બાબતે ઝઘડા થતા આ અંગે નરોડા પોલીસે પત્ની નિર્મલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે જમવામાં આવી રસોઈ કેમ બનાવી? કેમ આ બનાવ્યું? તે બાબતે પણ અનેકવાર ઝઘડા થયા હતા. આટલું જ નહિ રૂપિયા બાબતે પણ ઘરકંકાસ થયો હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના આકિબ નબીએ તરખાટ મચાવ્યો:ટિમ સેફર્ટ પછી વિલ યંગને પેવેલિયન ભેગો કર્યો; અંશુલ કંબોજે નિકોલ્સને બોલ્ડ કર્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અપનાવવાની અપીલ; વિજેતા અને રનર્સ-અપ ટીમને શિલ્ડ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment