Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના નામે આચરાયેલા કૌભાંડમાં ન્યાયની આશા જીવંત:વિસાવદર કોર્ટે પૂર્વ ચેરમેનને બચાવતો પોલીસનો 'સી સમરી' રિપોર્ટ રદ કર્યો

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજે 7 કરોડના ખર્ચે તૈયાર થયેલી બિલખા જૂથ સુધારા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના 66 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહેશે. આ સાથે જ માળિયા ભાગ-1 અને ભાગ-2 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે 35 કરોડના ખર્ચની યોજના છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના 42 ગામો, મેંદરડા તાલુકાના 5 ગામ તથા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું 1 ગામ આમ કુલ 48 ગામો આવરી લેવામાં આવ્યા છે. આમ, આ બંને યોજનાઓ મળીને કુલ 43.9 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો સંપન્ન થયા છે. ​1500 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે તે માટે મંજૂરી આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સૌની યોજના લિંક 4-બી પેકેજ માટે પણ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ 21.98 કરોડના ખર્ચની યોજના દ્વારા કાળંદ્રી નદીના ઉદગમ સ્થાને પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી 855 હેક્ટર જમીનમાં સિંચાઈના પાણીનો મોટો લાભ મળશે. આ ઉપરાંત હિરણ-2 યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના અકારા, ધાબરાવાવ, લાઠડી અને સોમનાથ જિલ્લાના ઉકડિયા, ઉમરાળા, નાદર, ખેડાણી, દેદા તથા મલુંધા સહિત 25 થી વધુ ગ્રામીણ વિસ્તારોને લિફ્ટ ઇરીગેશન દ્વારા 1500 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે તે માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ડેમના નિર્માણથી 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે ​મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વેરાવળ તાલુકામાં 27.99 કરોડના ખર્ચે સૌની બેરેજ યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે, જેના દ્વારા 4500 હેક્ટર જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. તેમજ ધોરકવા વીઆર યોજનામાં પણ 43 કરોડના ખર્ચે વીઆરના કામને મંજૂરી અપાઈ છે, જેથી 3500 હેક્ટર જમીનને સિંચાઈનો વ્યાપક લાભ મળી રહેશે. જાપાનીઝ ટેકનોલોજી આધારિત રબર ડેમ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં વેરા તાલુકાના પાચકારી ગામે અને બોદલી તાલુકાના રાજવાસા ખાતે નિર્માણ થયા બાદ હવે ત્રીજો ડેમ ઉના તાલુકાના રાવળ નદી ઉપર માણેકપુર ખાતે 145 કરોડના ખર્ચે ટાઇગર રેગ્યુલેટર ડેમના કામને મંજૂરી મળી છે. આ ડેમના નિર્માણથી 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે, ખારું પાણી અટકશે અને મીઠા પાણીનું સરોવર બનશે. ​વધુમાં ઓજત બે ડેમ અને વ્રજમી ડેમ માટે સૌની યોજના લિંક-4 શરૂ કરવામાં આવી છે, જેમાં ડેમો ભરાયા પછી પીવાના પાણીની કોઈ જ તકલીફ ન પડે તે માટે પાણી સ્ટોર કરવામાં આવશે અને વધારાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે.અગાઉ 3 કિલોમીટર સુધીના જળાશયો ભરવામાં આવતા હતા પરંતુ, હવે જનહિતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તળાવો અને ચેકડેમ ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને 7 કિલોમીટર સુધી કરવા માટેની વિશેષ મંજૂરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસે વૈજનાથ મહાદેવને 3 લાખની ચલણી નોટોનો શણગાર કરાયો:મંદિરમાં વિશેષ શણગાર સાથે શ્રી યંત્રની રંગોળી તૈયાર કરાઈ
    Next Article
    Foreign Investors Change Course After A Rs 90,000 Crore Sell-Off. What's Driving The U-Turn?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment