Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ટ્રિપલ મર્ડર કેસના આરોપીની જામીન અરજી નામંજૂર:વર્ષ પહેલા પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી હતી; મૃતકના પરિવારજનોએ આરોપીને ફાંસીની સજાની માગ કરી

    1 day ago

    એક વર્ષ પૂર્વે તળાજા જકાતનાકા નજીક ફોરેસ્ટ કવાર્ટરમાં રહેતા શૈલેષ ખાંભલાએ તેની પત્ની નયનાબેન, પુત્રી પ્રુથા અને પુત્ર ભવ્યની હત્યા કરી ત્રણેયના મૃતદેહ દફનાવી દીધા હતા. આ મામલે ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચકચારી ત્રિપલ હત્યા પ્રકરણમાં પોલીસે શૈલેષ ખાંભલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલમુક્તિ મેળવવા માટે આરોપીએ આજે ભાવનગરની નામદાર કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને પગલે મૃતક નયનાબેનના ભાઈ, મામા સહિત રબારી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો કોર્ટ ખાતે એકત્રિત થયા હતા અને આરોપીની જામીન અરજી નામંજૂર કરવાની માંગ કરી હતી. ત્યારે હાલ કોર્ટે આરોપીના જામીન રદ કર્યા છે. અમને ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે આ અંગે મૃતક યુવતીના ભાઈ વિક્રમ જોટાણાએ જણાવ્યું કે, “મારી બેન અને તેનાં સંતાનો એકદમ નિર્દોષ હતાં. શૈલેષ ખાંભલાએ જે ઘાતકી અને નિંદનીય કૃત્ય કર્યું છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમને ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. ગત તા. 5 નવેમ્બર, 2025ના રોજ બનેલી આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. અમારી એક જ માગણી છે કે, કાયદામાં જે સૌથી કડક સજાની જોગવાઈ હોય તે આ નરાધમને મળે, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતાં પહેલાં સો વખત વિચારે. ‘જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ કાયમી ચાલુ રાખીશું’ આ અંગે મૃતક યુવતીના પિતરાઈ ભાઈ વરજાગ જોટાણાએ જણાવ્યું કે, મારી કોર્ટને એક જ માંગ છે કે આ નરાધમને આકરીમાં આકરી સજા મળવી જોઈએ. અમને ન્યાયાલય પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ અમારી ફરજના ભાગરૂપે આજે અમે એકઠા થયા છીએ. અમારા અંતરમાં આક્રોશ અને અગ્નિ ધગધગી રહી છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ કાયમી ચાલુ રાખીશું. ‘આરોપીની જામીન અરજી કોઈપણ સંજોગોમાં મંજૂર ન થવી જોઈએ’ અમારા રબારી સમાજમાં આ નરાધમને કોઈ સ્થાન નથી અને ક્યારેય સ્થાન મળશે પણ નહીં. જે યુવતીની હત્યા કરવામાં આવી છે તે અત્યંત ભોળા સ્વભાવની હતી. માતા-પિતાની વાતનો ક્યારેય વિરોધ ન કરનાર અને પરિવારની અંદર પણ કોઈ તેની ભૂલ કાઢી શકે નહીં તેવી નિર્દોષ અને સીધી-સાદી દીકરી હતી. આવી દીકરી સાથે કોઈ કારણ વિના, માત્ર પોતાના સ્વાર્થ અને અંદરની અગ્નિ શાંત કરવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેને લઈને સમાજમાં ભારે રોષ છે. આ અંગે રબારી સમાજના આગેવાન કમલેશ ઉલવા એ જણાવ્યું કે, રાક્ષસી મનોવૃત્તિ વાળા અને એક વિકૃત માનસિકતા ધરાવનાર શૈલેશ ખાંભલાએ જે કૃત્ય કર્યું છે તેના કારણે ત્રણ-ત્રણ જિંદગીઓ હોમાઈ ગઈ હોય. એને જેલના સળિયાની પાછળ તો કાયદાની દ્રષ્ટિએ નાખી દીધો છે, પણ સમગ્ર સમાજની ભાવનગર જિલ્લા જ નહીં સમગ્ર ગુજરાત રબારી સમાજની એવી માંગ છે કે, આ નરાધમને કોઈ પણ જાતની છૂટછાટ ન મળવી જોઈએ અને સખતમાં સખત સજા મળવી જોઈએ. આકરીમાં આકરી સજા આપવામાં આવે તેવી માંગ આ અંગે રબારી સમાજના પ્રમુખ ગોવિંદ આલે જણાવ્યું કે, આ કેસની ઝડપી અને અસરકારક સુનાવણી કરવામાં આવે તેવી અમારી અપીલ છે. આરોપીને વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, કાયદાની જોગવાઈ મુજબ ફાંસી સહિતની આકરીમાં આકરી સજા આપવામાં આવે તેવી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ડીસામાં 27.44 લાખની ચાંદીની લૂંટમાં 4 આરોપીઓ ઝડપાયા:DyCM હર્ષ સંઘવીના હસ્તે 12.160 કિલો ચાંદીના દાગીના મૂળ માલિકને પરત કરાયા, બનાસકાંઠા LCBની ટીમનું સન્માન કરાયું
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ આપી:અમદાવાદમાં ‘ખુશીઓ કી દિવાળી’ પ્રોજેક્ટ હેઠળ મીઠાઈ અને ચવાણાનું પણ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment