Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીસામાં 27.44 લાખની ચાંદીની લૂંટમાં 4 આરોપીઓ ઝડપાયા:DyCM હર્ષ સંઘવીના હસ્તે 12.160 કિલો ચાંદીના દાગીના મૂળ માલિકને પરત કરાયા, બનાસકાંઠા LCBની ટીમનું સન્માન કરાયું

    1 day ago

    બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત લૂંટ અને ચોરીના ગુનાઓમાં રિકવર કરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક હાઇવે પર થયેલી રૂ.27.44 લાખની ચાંદીના દાગીનાની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલનાર પોલીસની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી. લૂંટાયેલા 12.160 કિલોગ્રામ ચાંદીના દાગીના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. અમદાવાદથી ધાનેરા જતી વખતે હાઇવે પર લૂંટ થઈ હતી મળતી માહિતી મુજબ, અમદાવાદની મેક્સીમમ એન્ટરપ્રાઇઝ નામની હોલસેલ ચાંદીની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ અમદાવાદથી ધાનેરા પરત ફરી રહ્યા હતા. દરમિયાન ડીસાના ટેટોડા ગામ નજીક હાઇવે પર અજાણ્યા શખસોએ તેમની ગાડી રોકી હતી. ત્યારબાદ કર્મચારીઓને ઇજા પહોંચાડી ગાડીમાં રાખેલા રૂ.27.44 લાખની કિંમતના 12.160 કિલોગ્રામ ચાંદીના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ચાર આરોપીઓ ઝડપાયા લૂંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી અલ્ટ્રોઝ કાર સહિત ચાંદીના તમામ દાગીના કબજે કર્યા હતા. LCBની ટીમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાઈ આ સફળ કામગીરી બદલ LCB PI ડી.એમ. રાઠોડ સહિત ટીમના UHC રાજેશકુમાર શંકરલાલ, UPC કાનસિંઘ બળવંતસિંઘ અને UPC મુકેશકુમાર શાંતીલાલને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એક વર્ષમાં રૂ.4.66 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કર્યો ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 538 કાર્યક્રમો યોજ્યા છે. આ કાર્યક્રમો દ્વારા ચોરી અને લૂંટ સહિતના ગુનાઓમાં રિકવર કરવામાં આવેલો રૂ.4.66 કરોડથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે. આ પહેલથી લોકોને તેમનો ખોવાયેલો કે લૂંટાયેલો સામાન પરત મેળવવામાં મદદ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    iQOO's Next Z-Series Phone Could Pack a 7-Inch Screen, 10,000mAh Battery, Tipster Claims
    Next Article
    ભાવનગર ટ્રિપલ મર્ડર કેસના આરોપીની જામીન અરજી નામંજૂર:વર્ષ પહેલા પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી હતી; મૃતકના પરિવારજનોએ આરોપીને ફાંસીની સજાની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment