Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે સુરતના ભક્તે કાનુડા માટે શાહી શોપિંગ કરી:ચાંદીની પાયલ, મુગટ અને વીંટી ખરીદી, કહ્યું- 'ક્યારેક સિક્કો લેવાની હેસિયત નહોતી'; ભગવાન પ્રત્યેનો અનોખો પ્રેમ છલકાયો

    2 days ago

    ધનતેરસના પવિત્ર તહેવાર પર લોકો પોતાના માટે અને પરિવાર માટે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. જોકે, સુરતના સુમિતકુમાર રાણાવતે ધનતેરસ પર અનોખી અને ભાવસભર ખરીદી કરી છે. સુમિતભાઈએ પોતાના આરાધ્ય બાળગોપાળ (કાનુડા) અને જગદંબા અંબે માં માટે સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરી છે. તેઓએ ખાસ કરીને કાનુડા માટે ચાંદીની પાયલ, મુગટ અને આંગળી માટે વીંટી ખરીદીને પોતાની અતૂટ ભક્તિ વ્યક્ત કરી છે. તેમના મતે ધનતેરસના દિવસે પોતાના માટે નહીં પણ પોતાના લાડલા કાન્હા માટે ખરીદી કરવાનો આનંદ અનેરો છે. ‘એક ગ્રામ સિક્કો લેવાની હેસિયત નહોતી, આજે સર્વસ્વ એનું છે’ આજના સમયમાં સોના-ચાંદીના ભાવ આસમાને છે ત્યારે સુમિતભાઈ આ ખરીદીને મોંઘી નથી માનતા. તેઓ ભાવુક થઈને જણાવે છે કે, “આજે મોંઘવારીની વાત કરીએ તો આનાથી મોંઘું દુનિયામાં કશું જ નથી. એક સમય એવો હતો જ્યારે હું પોતાની જાત માટે ચાંદીનો એક ગ્રામનો સિક્કો પણ ખરીદી શકતો નહોતો. હું જે કપરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છું એ માત્ર અને માત્ર મારા ઠાકોરજીની જ મહેરબાની છે. આજે જો હું એમના માટે પાયલ અને મુગટ લઈ શકતો હોઉં તો એ આશીર્વાદ પણ એમના જ છે. મારી પાસે જે પણ છે તે હું સર્વસ્વ એના પર ન્યોછાવર કરવા તૈયાર છું.” શ્રીનાથજીમાં દર્શન ન થયા અને કાનુડાની મૂર્તિને સાથે લાવ્યાં કાનુડાને ઘરે લાવવા પાછળનો ચમત્કારિક કિસ્સો વર્ણવતા સુમિતભાઈએ જણાવ્યું કે, તેઓ શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. છેલ્લી ઘડીએ તેમનો વારો આવ્યો ત્યારે પણ તેમને દર્શન કરવા ન મળ્યા, જેથી તેઓ થોડા નિરાશ અને ક્રોધિત થઈને બહાર નીકળી ગયા. મનમાં એવું પણ થયું કે કયા પાપ કર્યા હશે કે દર્શન ન થયા. પરંતુ જેવો હું બહાર માર્કેટમાં ફરતો હતો ત્યાં એક નાનકડા કાનુડાની મૂર્તિ પર મારી નજર ગઈ. મને એવું લાગ્યું કે કાનુડો પોતે મારી સાથે આવવા માંગતો હતો. બસ તે જ ક્ષણે તેઓ કાનુડાને ઘરે લઈ આવ્યા. શ્રીલંકા, દુબઈથી માંડી ઓફિસ સુધી કાનુડાને સાથે રાખે છે તે દિવસથી આજ સુધી સુમિતભાઈ કાનુડાને માત્ર ભગવાન નહીં પણ પોતાના ઘરના વ્હાલા દીકરાની જેમ રાખે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં કાનુડાને પોતાની સાથે જ લઈ જાય છે. સુમિતભાઈ કાનુડાને પોતાની સાથે શ્રીલંકા, દુબઈ, અંબાજી અને દ્વારકા જેવા તમામ સ્થળોએ યાત્રા કરાવી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ રોજ સવારે પોતાની ઓફિસે પણ કાનુડાને સાથે લઈને જાય છે અને સાંજે ઘરે લાવે છે. આખો પરિવાર કાનુડાની સેવા એક નાના બાળકની જેમ જ કરે છે. પુષ્ય નક્ષત્રમાં સોના-તુલસીનો હાર અને ધનતેરસે ચાંદીના આભૂષણ ખરીદીના વજન કે કિંમત વિશે પૂછતાં સુમિતભાઈ હસીને કહે છે કે, "મેં ગ્રામ કે તોલા ગણ્યા જ નથી. એને જે પસંદ આવે તે લઈ આપવું એ જ મારું કામ છે." તેમણે વધુમાં જણાવ્યું કે હમણાં પુષ્ય નક્ષત્રના દિવસે પણ જ્યારે તેઓ જ્વેલર્સ પાસે ગયા હતા, ત્યારે કાન્હા માટે સોના અને તુલસીના મણકાથી બનેલો ખાસ હાર પસંદ કરીને લીધો હતો અને હવે ધનતેરસ પર ચાંદીની પાયલ, મુગટ અને વીંટી અર્પણ કર્યા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો આ અનોખો પ્રેમ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    Palmistry: हथेली में ऐसी शनि रेखा होना माना जाता है बेहद शुभ, धन-दौलत और तरक्की के मिलते हैं संकेत
    Next Article
    ધનતેરસે સોનામાં તોલાએ 3 હજાર ઘટતા ખરીદીમાં પડાપડી:રાજકોટના યંગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ અને બ્રેસલેટ હોટ ફેવરિટ, લાંબા ગાળાના રોકાણ માટે સોનાના સિક્કાની પણ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment