Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છતાં ખરીદી કરવા પડાપડી:રાજકોટના યંગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ અને બ્રેસલેટ હોટ ફેવરિટ, લાંબા ગાળાના રોકાણ માટે સોનાના સિક્કાની પણ ખરીદી

    18 hours ago

    ધનતેરસ પર આજે સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 3,106 રૂપિયા ઘટીને લગભગ 1.41 લાખ રૂપિયા પર આવી ગયા છે. એક કિલો ચાંદી 5,437 રૂપિયા સસ્તી થઈને 1.81 લાખ રૂપિયા પર આવી ગઈ છે. તેના એક દિવસ પહેલાં સોનું 1.44 લાખ અને ચાંદી 1.87 લાખ રૂપિયા પર હતી. આ વર્ષે ચાંદી 49 હજાર રૂપિયા સસ્તી થઈ છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટમાં અનેક જ્વેલર્સમાં લોકો સોના-ચાંદીના દાગીના અને લગડીની ખરીદી કરવા પહોંચ્યા હતા. રાજકોટમાં ગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ ફેવરિટ રાજકોટમાં ધનતેરસને લઈને સોની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો સોનાની ખરીદી માટે આવી રહ્યા છે. એમાં યંગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ ફેવરિટ છે. જ્યારે મહિલાઓ અલગ અલગ વેરાઈટીના બ્રેસલેટ અને ચેનની ખરીદી કરી ધનતેરસનું મુહૂર્ત સાચવી રહ્યા છે. લગ્નસરાની સિઝન માટે પણ અત્યારથી ખરીદી રાધિકા જ્વેલર્સના મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આ મહિનામાં સોનાના ભાવમાં રૂ.10,000 જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ધનતેરસ ઉપર એવી અપેક્ષા રાખીએ કે આજે ધનતેરસે લોકો સારી એવી ખરીદી કરે. જે ભાવ ઘટેલો છે એ છેલ્લા આઠથી દસ મહિનાનો નીચો ભાવ છે. લોકો ધનતેરસની મુહૂર્તની ખરીદી તો કરતા જ હોય છે પણ દિવાળી પછી જે લગ્નસરાની સિઝન ચાલુ થઈ રહી છે તો તેના માટે પણ અત્યારે ખરીદી થઈ રહી છે. ગત વર્ષ કરતા ઓછી ખરીદી થઈ શકે મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સોનામાં તો આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ કે એવરેજ દર વર્ષે થોડો થોડો વધારો થતો જ હોય છે. જે ગયા વર્ષમાં ઘણો બધો વધારો આવી ગયો છે તો આંશિક રીતે જોવા જાવ તો છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત દિવાળી આસપાસ જે ભાવ હતો એના કરતાં અત્યારે 10 ટકા જ વધારો છે. એવું ગણી શકાય. અમારા હિસાબે એવું માની શકીએ કે ધનતેરસમાં માહોલ સારો પણ ગત વર્ષોની સરખામણીએ જોવા જાય તો થોડું ટોન ધીમો રહેશે એવું લાગે છે. જેના માટે ઓછો વરસાદ, આંતરરાષ્ટ્રીય કક્ષા યુદ્ધ સહિતના કારણો જવાબદાર છે. જેની 100% ખરીદી ઉપર અસર થઈ શકે. અત્યારનાં ટ્રેન્ડ વિશે જણાવતા તેમણે કહ્યું કે, સોનામાં દરેક પ્રકારની વેરાયટી અત્યારે લોકો લાઈક કરે છે. ખાસ યંગસ્ટરમાં હાલ રોઝ ગોલ્ડની આઈટમો સારા પ્રમાણમાં ચાલે છે અને લગ્નસરાની સીઝનને લઈને બ્રાઈડલ જ્વેલરી છે. જેમાં પણ દરેક વસ્તુમાં નવું ક્રિએશન આપેલું છે. અમારે ત્યાં 2 ગ્રામથી લઈને 200 ગ્રામ સુધીની કોઈ પણ વેરાયટીમાં નવું ક્રિએશન જોવા મળશે. 'દીકરીઓ તરફથી ચેનની ભેટ મળતા ખુશી થઈ' સોનાની ખરીદી માટે આવનાર જયશ્રીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ધનતેરસનો દિવસ તેમના માટે અત્યંત આનંદનો અને વિશેષ દિવસ છે. આ પવિત્ર દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને તેનું ખૂબ મોટું મહત્વ હોય છે. ધનતેરસના આ અવસર પર તેમની બંને દીકરીઓ દ્વારા તેમને ગિફ્ટ તરીકે ચેનની ખરીદી કરી ભેટ આપવામાં આવી છે. દીકરીઓ દ્વારા આ પ્રકારે ભેટ મળવાથી તેમને અતિશય આનંદ અને ખુશી અનુભવાઈ છે. તેમણે પોતાની બંને દીકરીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને જય શ્રી કૃષ્ણ પાઠવ્યા હતા. ગોલ્ડ કોઈન એક્સચેન્જ કરાવીને જ્વેલરીની ખરીદી કરી ધનતેરસના પવિત્ર દિવસે સોનાની ખરીદી કરવા માટે આવેલા અલ્પેશ મનસુખલાલ પોપટે જણાવ્યું હતું કે, આજના દિવસનો માહોલ ખૂબ જ રંગીલો છે અને પત્ની માટે ગોલ્ડ કોઈન એક્સચેન્જ કરાવીને જ્વેલરીની ખરીદી કરી છે. જ્યોતિષ પ્રમાણે આજના દિવસે સોનાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે જ આસ્થા સાથે ખરીદી કરી છે. સોનાના ભાવમાં ગયા વર્ષ કરતા વધારો હોવા છતાં અત્યારે ખરીદી કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે ધીમે ધીમે ક્રૂડના ભાવ ઘટશે તો ગોલ્ડનો ભાવ વધશે તેવું લાગે છે, જેથી અત્યારે ખરીદી કરવી યોગ્ય તક ગણાય અને આવતા વર્ષે કદાચ ભાવ આના કરતાં પણ વધારે હોઈ શકે છે. 'ધનતેસરસે સોનું ખરીદવું શુભ શુકન ગણાય' સોનાની ખરીદી કરવા આવેલા કેરવીબેને જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે સોનું ખરીદવું એ શુભ શુકન ગણાય છે અને સોનું એ લક્ષ્મીજીનું પ્રતીક છે. હું રાધિકા જ્વેલર્સમાં મારા ભાભી માટે સોનાની ખરીદી કરવા આવી છું. અને અહીંથી રોઝ ગોલ્ડનું બ્રેસલેટ ખરીદી રહ્યા છે, કારણ કે અહીં ડિઝાઇનો પણ ખૂબ જ સારી ઉપલબ્ધ છે. તહેવારમાં સોનું ખરીદવું જરૂરી છે. ત્યારે આ સ્થિતિમાં વજન અથવા ગ્રામમાં થોડો ફેરફાર કરીને એટલે કે ઓછી માત્રામાં સોનું ખરીદીને તહેવારની પરંપરા જાળવવામાં આવી રહી છે. લાંબા ગાળાના રોકાણ માટે સોનાના સિક્કાની ખરીદી ધનતેરસના પવિત્ર અવસરે વડોદરા શહેરમાં સોના-ચાંદીની બજારોમાં ગ્રાહકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જ્વેલર્સના મેનેજર નિલેશ કદમે જણાવ્યું હતું કે, અગાઉ રવિ પુષ્ય નક્ષત્ર દરમિયાન પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ધનતેરસના દિવસે પણ સવારથી જ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાથી ગ્રાહકો પારંપરિક દાગીનાની ખરીદી કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ લાંબા ગાળાના રોકાણ માટે સોનાના સિક્કા અને લગડીઓ ખરીદનારાઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે. વર્તમાન સમયમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડા અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે રોકાણકારો માટે આ યોગ્ય સમય બન્યો છે. ભવિષ્યમાં સોનાના ભાવ ઊંચા જવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને લોકો વધુ માત્રામાં સોનાની ખરીદી કરી રહ્યા છે. સોનાને આપત્તિના સમયની સાચી મૂડી અને પરિવારના પ્રસંગો માટેનો શ્રેષ્ઠ સહારો ગણીને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, ત્યારે જ્વેલર્સ પરિવાર દ્વારા તમામ ગ્રાહકોને ધનતેરસ અને આગામી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશ માટે લકી અને રીંગની ખરીદી ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવા આવેલા દીપ રાવલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ પૂર્વજોની પરંપરા મુજબ ધનતેરસ પર ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશ અને સ્વાગત માટે લકી અને રીંગ (વીંટી) ખરીદવા આવ્યા છે. સોનાના ભાવમાં થતા ઘટાડા કે વધારા છતાં, પારંપરિક રિવાજ મુજબ શુભ દિવસે ઘરમાં સોનું લાવવાની આ પ્રથા તેઓ હંમેશાં ચાલુ રાખે છે.
    Click here to Read More
    Previous Article
    CNGના ભાવ વધતા રિક્ષાચાલકોની આવક ઘટી:ભરૂચમાં અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર; રિક્ષાના હપ્તા અને પરિવારનો ખર્ચ કાઢવો મુશ્કેલ
    Next Article
    The Final Clash Of Ego: How Portugal Coach Pushed Ronaldo Into Retirement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment