Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસની ખરીદી માટે ડબલ તક, બે દિવસ ઉજવાશે પર્વ:ધાણા-સાવરણીનું વિશેષ મહત્ત્વ; જાણો પૂજા ને ખરીદીના શુભ મુહૂર્ત, રાશિ પ્રમાણે શું ખરીદવું લાભદાયી રહેશે

    2 days ago

    દિવાળીની ખરીદી કરવા માંગો છો, તો ખુશ થઈ જાઓ, કારણ કે આ વખતે ખરીદી માટે શુભ માનવામાં આવતી ધનતેરસ બે દિવસ રહેશે. ત્રયોદશી તિથિ આજે 6 નવેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યાથી 7 નવેમ્બરના સવારે 10:47 વાગ્યા સુધી રહેશે. હવે થોડી પૂજા-પાઠની વાત પણ કરી લઈએ. લક્ષ્મી-કુબેર પૂજા અને યમ માટે દીપદાન 6 નવેમ્બરની સાંજે કરવામાં આવશે. આમ તો ખરીદી ક્યારેય પણ કરી શકાય છે, પરંતુ શુભ મુહૂર્ત જાણવા માંગતા હો, તો નીચેના ગ્રાફિક્સમાં જોઈ લો… સોના-ચાંદી સાથે ધાણા અને ઝાડુ ખરીદવું પણ શુભ જો વાત ખરીદીની થઈ રહી છે, તો જાણી લો કે ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણાં અને સિક્કા લેવા તો મંગળકારી માનવામાં આવે જ છે, પરંતુ આ દિવસે આખા ધાણા અને સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. વેપારીઓ દિવાળીને નવા વેપારી વર્ષની શરૂઆત માને છે. તેથી, આગામી આખા વર્ષનો હિસાબ-કિતાબ રાખવા માટે આ જ દિવસે વહીખાતા ખરીદવાની પરંપરા છે. લક્ષ્મીનાં 7 પ્રતીકો, સૌની પૂજા કરવાની માન્યતા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે. દેવતાઓ અને અસુરોએ અમૃત માટે ક્ષીરસાગરનું મંથન કર્યું. તે પહેલાં સુરભિ ગાય, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, ચાર દાંતવાળો ઐરાવત હાથી, કૌસ્તુભ અને પદ્મરાગ મણિ, પારિજાત તેમજ અપ્સરાઓ પ્રગટ થયાં. ત્યારબાદ દેવી લક્ષ્મી પ્રગટ થયાં. ઇન્દ્રે તેમના માટે આસન આપ્યું. નદીઓ સોનાના કળશોમાં જળ લઈને આવી. ઋષિઓએ વૈદિક મંત્રો સાથે તેમનો અભિષેક કર્યો અને દિશાઓના હાથીઓએ પણ દેવીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કર્યા. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા મુજબ, આ દિવસે દરેક રાશિના જાતકો માટે પોતાની રાશિ પ્રમાણે ખરીદી કરવી લાભદાયી રહેશે. 200 વર્ષ પહેલાં ધનતેરસ પર સિક્કાઓની પૂજા શ્રીસૂક્તના પ્રથમ મંત્રમાં દેવી લક્ષ્મીને સોના જેવી આભા ધરાવતાં અને સુવર્ણ-રજતનાં આભૂષણોથી સજ્જ દર્શાવવામાં આવ્યાં છે. બીજા મંત્રમાં એવાં લક્ષ્મીનાં આગમન માટે પ્રાર્થના કરવામાં આવી છે, જેમની કૃપાથી સોનું, ગાય, ઘોડા અને પરિવારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડે 1832માં પોતાના પુસ્તક 'એનાલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન'માં લખ્યું છે કે, આસો કૃષ્ણ ત્રયોદશીના દિવસે લોકો સિક્કાઓને દેવી લક્ષ્મીનું પ્રતીક માનીને તેમની પૂજા કરતા હતા. આ પરંપરા ખાસ કરીને વેપારી સમુદાયમાં પ્રચલિત હતી. ટોડે 1818થી 1822 દરમિયાન રાજપૂતાના પરંપરાઓનો અભ્યાસ કર્યો હતો. આથી જાણવા મળે છે કે, લગભગ બે સદી પહેલાં પણ ધનતેરસ પર ધનની પૂજા મહત્વપૂર્ણ હતી.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસ સ્પેશિયલઃ ભગવાન ધન્વંતરિ અને મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા!:સમુદ્રમંથન બાદ નીકળ્યા 14 રત્નો; કાલકૂટ વિષથી અમૃત કળશ સુધી જાણો દરેકનો બોધપાઠ
    Next Article
    Yung DSA Makes Shocking Cheating Confession On Bigg Boss 20

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment