Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચૂંટણી હારતાં જ ટ્રમ્પની પાર્ટીમાં બળવો, એપ્રિલમાં મિનિ વેકેશન, સરકારી રજાઓનું લિસ્ટ જાહેર, ધનતેરસ પર સોનું-ચાંદી મોંઘાં થયાં

    9 hours ago

    નમસ્તે, અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પની પાર્ટીમાં બળવો થવા લાગ્યો છે. રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહ્યું છે. આગળ જાણો, સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ શખ્સની કોર્ટમાં રજૂઆત અંગે શું કહ્યું… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ થવાના મામલે સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવાની તૈયારીમાં વિપક્ષ: પરિવારની કમાણી અને સરકારી પદના દુરુપયોગની તપાસ, એપસ્ટીન કેસની પણ તપાસ થશે અમેરિકાની મધ્યાવધી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને હરાવીને સંસદના બંને ગૃહોમાં બહુમતી મળી. હવે ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તૈયારી કરી રહ્યા છે. એટલે કે તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી AP મુજબ ડેમોક્રેટ્સ આરોપ લગાવી રહ્યા છે કે ટ્રમ્પે પોતાના પદનો ઉપયોગ કરીને પોતાના નજીકના લોકોને ફાયદો પહોંચાડ્યો અને સંપત્તિ એકઠી કરી. તેનાથી સામાન્ય લોકોને નુકસાન ભોગવવું પડ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સુપ્રીમ કોર્ટે કહ્યું- અટકાયત બાદ 24 કલાકમાં રજૂ કરવા જરૂરી:વિલંબ થાય તો વ્યક્તિને છોડવી પડશે; 5 સવાલ અને જવાબોમાં જાણો બધું જ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કસ્ટડીમાં લીધા બાદ કોર્ટમાં રજૂ કરવાની 24 કલાકની સમયમર્યાદા સ્પષ્ટ કરી. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની 24 કલાકની સમયમર્યાદા તેને કસ્ટડીમાં લેતાંની સાથે જ શરૂ થઈ જશે. આ સમય ઔપચારિક ધરપકડ નોંધાયાના સમયથી ગણવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું- તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિને પહેલાં કસ્ટડીમાં લઈને બાદમાં તેની ધરપકડ નોંધવાનો રસ્તો અપનાવી શકતી નથી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ધરપકડ કરાયેલા ત્રિપુરાના ચાર લોકોની અરજી સાથે સંબંધિત છે. તેમનો આરોપ છે કે કસ્ટડીમાં લેવા અને ધરપકડ નોંધવા વચ્ચે લગભગ 21 કલાકનું અંતર હતું. આ મામલાની સુનાવણી જસ્ટિસ ઉજ્જવલ ભુયાં અને જસ્ટિસ અતુલ એસ. ચંદ્રકુરની બેન્ચમાં થઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ફ્રાન્સમાં સરકારી બ્લડ બેંકની કૂલિંગ સિસ્ટમ હેક:લોહીને 110°C સુધી ઉકાળવાનું કાવતરું; તેની સાથે 1900 હોસ્પિટલો જોડાયેલી; અગાઉ 700 સુપર માર્કેટ હેક થયા ફ્રાન્સમાં હેકર્સે 1 નવેમ્બરની રાત્રે બ્લડ બેંકની કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ પર હુમલો કર્યો. હુમલાખોરોએ ફ્રીઝરનું તાપમાન માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 110 ડિગ્રી સેલ્સિયસ સુધી કરવાનો પ્રયાસ કર્યો. જોકે, અલાર્મ સિસ્ટમએ સમયસર ખામી પકડી લીધી. આથી લોહી અને પ્લાઝ્માના નમૂનાઓને કોઈ નુકસાન થયું નથી. ફ્રાન્સના સાપ્તાહિક અખબાર ‘લે કનાર્ડ આંશેને’એ બુધવારે સૌપ્રથમ આ સાયબર હુમલાના સમાચાર આપ્યા હતા. ત્યાર બાદ આ મામલો સામે આવ્યો. અહેવાલ મુજબ, બ્લડ સ્ટોરેજ સિસ્ટમમાં પ્રવેશવા માટે ડિફોલ્ટ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. PoKમાં પાકિસ્તાની સેનાનો ગોળીબાર, 7નાં મોત:મશીનગન અને ડ્રોનથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો; મૃતકોમાં બાળકો પણ સામેલ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ધનતેરસ પહેલાં સોનું 2328 રૂપિયા મોંઘું, ₹1.44 લાખે પહોંચ્યું:ચાંદી 1749 રૂપિયા વધીને 1.88 લાખે પહોંચી; જાણો તમારા શહેરના ભાવ ધનતેરસના એક દિવસ પહેલાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 2,328 રૂપિયા વધીને લગભગ 1.44 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલાં 4 નવેમ્બરે તેનો ભાવ 1.42 લાખ રૂપિયા હતો. એક કિલો ચાંદી 1,749 રૂપિયા વધીને 1.88 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે બુધવારે 1.86 લાખ રૂપિયા હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ચારધામની યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત:ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકી, પાડોશીએ કહ્યું- 'ખબરઅંતર પૂછવા ફોન કર્યો તો પોલીસે મોતની જાણ કરી' સુરતમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ પટેલ અને તેમના પરિવારને ઉત્તરકાશઈમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાહર માટે ખસેડવામાં આવ્યા છે. અશોકભાઈ પટેલ, પત્ની, બે સંતાનો અને અન્ય ત્રણ સંબંધી સાથે 31 ઓક્ટોબરે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આજે તેઓ ઈનોવા કારમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ઊંડી ખીણમાં થઈ નદીમાં ખાબકી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. એપ્રિલમાં સળંગ બે રજા મૂકી તો છ દિવસનું મિનિ વેકેશન:2027માં મકર સંક્રાંતિથી દિવાળી સુધી 18 રજા, જુઓ રાજ્ય સરકાર-બેંકની રજાઓનું લિસ્ટ અને લોંગ વીકએન્ડ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા જાહેરનામામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતની રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દિલ્હીના ચાવડી બજારમાં 3 માળની નિર્માણાધીન બિલ્ડિંગ પડી, 2 મોત:NDRFએ કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢ્યા, એક ઘાયલ; વર્ષનો છઠ્ઠો મોટો અકસ્માત (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો:મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોની જીત, ડેમોક્રેટિક પાર્ટીના 5 સભ્યો સાંસદ બન્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ પશ્ચિમ બંગાળમાં 1,150 જિલેટિન સ્ટિક, 989 ડિટોનેટર મળ્યા:21 પિસ્તોલ અને 65 રાઉન્ડ કારતૂસ પણ જપ્ત, એસટીએફના દરોડા, બે ધરપકડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ઇઝરાયલમાં PMની ખુરશી માટે ખેંચતાણ:અરબ પક્ષોના સમર્થન મુદ્દે મામલો અટવાયો; રાષ્ટ્રપતિ કહ્યું- સરકાર બનાવવી હોય તો શરતો છોડો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ મેટાએ કર્મચારીઓને નોકરી છોડવા કહ્યું:80% પગાર સાથે એક્ઝિટ પેકેજ મળશે, કંપની ટ્રેનિંગ અને બિઝનેસ શરૂ કરવામાં પણ મદદ કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ કોચ સાથેના વિવાદ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી રિટાયરમેન્ટ લીધું:પોર્ટુગલ માટે 23 વર્ષ રમ્યા, દુનિયામાં સૌથી વધુ ગોલ કર્યા; દેશને ત્રણ મેજર ટ્રોફી જિતાડી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ ધનતેરસ સ્પેશિયલ- ભગવાન ધન્વંતરિ અને મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા!: સમુદ્રમંથન બાદ નીકળ્યા 14 રત્નો; કાલકૂટ વિષથી અમૃત કળશ સુધી જાણો દરેકનો બોધપાઠ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રીલ્સ જોવાની નોકરી રાજસ્થાનની એક કંપનીએ રીલ્સ જોવાની નોકરીની જાહેરાત કરી છે. કર્મચારીએ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈને વાયરલ ટ્રેન્ડ્સ જણાવવાના રહેશે. કંપનીએ તેનું નામ 'પ્રોફેશનલ ડૂમસ્ક્રોલર' રાખ્યું છે. વીડિયો વાયરલ થતાં જ 11 હજાર લોકો ફોર્મ માંગી બેઠા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ટ્રમ્પની હાર પછી ઈરાનનો ધડાકો:હોર્મુઝમાં ભારત-ચીનને છૂટો દોર, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, 10 દિવસમાં 6 દેશોમાં સિંહાસન ડગમગ્યાં 2. દિવાળીના તહેવારોમાં બીમાર પડો તો ચિંતા ન કરતાં:ડોક્ટર ઓન કોલની સુવિધા મળશે, અમદાવાદ-સુરત-રાજકોટમાં કયા તબીબ હાજર રહેશે; જુઓ નામ-નંબર સાથેનું લિસ્ટ 3. તમારા પેટીપેક મોબાઇલ પર કોઈકે લોન તો નથી લઇ રાખીને?:ગેજેટ્સ વેચ્યા વગર લોનનું બારોબાર સેટિંગ; ‘ફોન કટિંગ’ના ધંધામાં ડીલર, દુકાનદાર, લોન એજન્ટની સિન્ડિકેટનો પર્દાફાશ 4. 'ગ્રોથ જોઈને આગળ વધશો તો પૈસા ઓટોમેટિક આવશે':શિવાલિક ગ્રુપના ચિત્રક શાહે કહ્યું-પૈસા ગાડીમાં ફરવા માટેના પેટ્રોલ જેવા છે, રિયલ એસ્ટેટમાં લાંબો સમય ફાયદો છે 5. ટ્રમ્પે જેને જેહાદી કહ્યા, તે સાંસદ બની ગયા:અમેરિકી સેનેટમાં પહેલી વાર કોઈ મુસ્લિમ કેવી રીતે પહોંચ્યો, અબ્દુલ અલ-સૈયદની કહાની 6. 'રાષ્ટ્રભક્ત' Gen-Z તૈયાર કરશે RSS, સોશિયલ મીડિયા પર નજર:ઉત્તર પ્રદેશમાં UGC બિલથી નુકસાનનો ડર, ઈન્દોર બેઠકના 6 સંદેશ 7. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પની બહુમતી છીનવાઈ, શું 84 વર્ષની સૌથી મોટી હાર થશે; આખરે અમેરિકનો કેમ નારાજ છે, શું ઈરાન યુદ્ધ મોંઘું પડ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: વૃષભ-કર્ક સહિત ચાર રાશિના જાતકોની ધનતેરસ શુભ, મકર રાશિના લોકોએ આજે રોકાણ ન કરવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    मटर-शाही पनीर नहीं, इस दिवाली पूड़ियों के साथ बनाएं रणवीर बरार की खास अफगानी पनीर
    Next Article
    પ્રથમ વખત ભાજપ, કોંગ્રેસના તમામ 72 કોર્પોરેટરને એક સરખું સન્માન:રાજકોટ મનપામાં નવી પરંપરાનો પ્રારંભ, દિવાળી કાર્ડમાં રાજકીય ભેદભાવને જાકારો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment