Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં તેજીનો સકારાત્મક માહોલ યથાવત્, સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી...!!!

    7 hours ago

    રોકાણકાર મિત્રો, આનંદ ને...!! ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ મજબૂત તેજીભર્યા માહોલ સાથે શરૂ થયો હતો. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી જોરદાર ખરીદી, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો અને વિદેશી રોકાણકારોની સતત ખરીદીએ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને નવી મજબૂતી આપી હતી. અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય અનિશ્ચિતતામાં ઘટાડો થવાની આશા અને મધ્યપૂર્વના સંઘર્ષમાં રાજદ્વારી ઉકેલની શક્યતાએ રોકાણકારોમાં જોખમ લેવાની તૈયારી વધારી હતી. પરિણામે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ખરીદીનું જોર જોવા મળ્યું હતું. આ તેજી માત્ર પસંદગીના શેરો પૂરતી મર્યાદિત ન રહેતાં વ્યાપક બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં તેજી પાછળ અનેક પરિબળોએ સંયુક્ત રીતે કામ કર્યું હતું. અમેરિકાના મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સની સફળતાને પગલે અમેરિકાની રાજકીય અને વેપાર નીતિઓ અંગે નવી સમીકરણો ઊભાં થવાની શક્યતા છે. ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષમાં તણાવ ઘટવાની આશાએ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, અમેરિકાના શેરબજારમાં Dow Jones, SP 500 અને Nasdaqમાં નોંધપાત્ર ઉછાળાએ વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો હતો. ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, રૂપિયાની મજબૂતી અને આયાત ખર્ચ ઘટવાની આશાએ પણ તેજીને ટેકો આપ્યો હતો. બજારમાં વ્યાપક ખરીદી જોવા મળવી એ પણ સકારાત્મક બાબત રહી હતી. અમેરિકાના શેરબજારમાં ચૂંટણીનાં પરિણામો બાદ જોરદાર તેજી જોવા મળી હતી. Dow Jones આશરે 3.03 ટકા, SP 500 લગભગ 1.58 ટકા અને Nasdaq આશરે 1.44 ટકા વધીને બંધ થયા હતા. બીજી તરફ, એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું. જાપાન અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં મજબૂતી જોવા મળી હતી, જ્યારે દક્ષિણ કોરિયાના Kospiમાં ટેક્નોલોજી શેરોની વેચવાલીને કારણે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોના આ મિશ્ર સંકેતો છતાં અમેરિકાની તેજી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાએ ભારતીય બજારને મજબૂત પ્રારંભિક ટેકો આપ્યો હતો. સ્થાનિક સ્તરે રૂપિયાની મજબૂતી બજાર માટે રાહતરૂપ બની હતી. 5 નવેમ્બરે રૂપિયો ડોલર સામે 29 પૈસા વધીને આશરે રૂ.94.35 પર ખુલ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારતના આયાત બિલ, ફુગાવા અને ઉત્પાદન ખર્ચ માટે અનુકૂળ બની શકે છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોની સતત ખરીદીથી બજારમાં પ્રવાહિતા અને વિશ્વાસ વધ્યો છે. હવે રોકાણકારોની નજર કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો, મેનેજમેન્ટની ટિપ્પણીઓ અને સ્થાનિક આર્થિક આંકડાઓ પર રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) તરફથી ભારતીય શેરબજારમાં ખરીદીનો પ્રવાહ સતત ચોથા સત્ર સુધી જળવાયો હતો. 4 નવેમ્બરના ઉપલબ્ધ આંકડા મુજબ FIIએ આશરે રૂ.7,284 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેની સામે DIIએ આશરે રૂ.3,712 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. વિદેશી રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મહત્વપૂર્ણ ટેકો બની રહી છે. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને આગામી સત્રોમાં બંને વર્ગોની પ્રવૃત્તિ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો બજાર માટે સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક પરિબળોમાંનું એક રહ્યું હતું. ક્રૂડ ઓઈલ અગાઉના સત્રમાં આશરે 8.7 ટકા ઘટીને પ્રતિ બેરલ 94 ડોલરની આસપાસ પહોંચ્યું હતું. આ ઘટાડાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગેની ચિંતાઓ હળવી થવાની શક્યતા છે. બીજી તરફ, ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં નરમાઈના સંકેતો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. કોમોડિટી બજારમાં આગળની હલચલ વૈશ્વિક રાજકીય સ્થિતિ, ડોલરની દિશા અને વ્યાજદર અંગેની અપેક્ષાઓ પર આધારિત રહેશે. ભાવિ દિશા :- ભારતીય શેરબજારમાં હાલનું તેજીનું વલણ વૈશ્વિક રાહતના સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને FIIની સતત ખરીદીથી સમર્થિત છે. જો નિફ્ટી 24,300ની ઉપર મજબૂતી જાળવી રાખે તો 24,500 તરફ આગળ વધવાની શક્યતા ઊભી થઈ શકે છે. સેન્સેક્સ માટે પણ 79,000ની સપાટી નજીક મહત્વપૂર્ણ રહેશે. જોકે, ઊંચા ગેપ-અપ બાદ નફારૂપી વેચવાલી આવવાની શક્યતા નકારી શકાય નહીં. આગામી દિવસોમાં કંપનીઓનાં પરિણામો, વૈશ્વિક વ્યાજદર, ક્રૂડ ઓઈલ અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ બજારની દિશા નક્કી કરશે. હાલના સંજોગોમાં તેજીનો માહોલ સકારાત્મક હોવા છતાં રોકાણકારોએ અતિઉત્સાહથી બચીને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં તબક્કાવાર અને પસંદગીપૂર્વક રોકાણની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે. તા.06.11.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. તા.05.11.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24585 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટના પ્રથમ અને 24202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24676 પોઈન્ટ થી 24727 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ગ્લેનમાર્ક ફાર્મા ( 2482 ) :- FMCG સેક્ટરનો આ સ્ટોક રૂ.2433નો પ્રથમ તેમજ રૂ.2404ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.2497થી રૂ.2508 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.2525 ઉપર તેજી તરફી ધ્યાન...!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1822 ) :- FMCG ગ્રુપનો આ સ્ટોક રૂ.1797 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1785ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1848થી રૂ.1860 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! સિપ્લા ( 1406 ) :- રૂ.1388નો પ્રથમ તેમજ રૂ.1373ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1424થી રૂ.1430 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ( 1372 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1383થી રૂ.1390ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1330નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને ...!!! રિલાયન્સ ( 1314 ) :- રૂ.01ની ફેસવેલ્યુ ધરાવતા ઓઇલ અને ગેસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1293નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1327થી રૂ.1335 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Aaj ka Rashifal: शुक्रवार को इन 4 राशियों की चमकेगी किस्मत, धन लाभ से लेकर नौकरी में तरक्की के बन रहे योग
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચૂંટણી હારતાં જ ટ્રમ્પની પાર્ટીમાં બળવો; સુપ્રીમ કોર્ટે કહ્યું- કસ્ટડીના 24 કલાકમાં રજૂઆત જરૂરી; ધનતેરસ પર સોનું-ચાંદી મોંઘા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment