Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ:ખાતમુહૂર્તના સ્થળ પર સમિયાણો પણ ગોઠવી દેવાયો, કમિટીના ચેરમેને કહ્યું- અમે કાર્યક્રમ નથી ગોઠવ્યો

    2 days ago

    જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ખલીલપુર રોડ પર આવેલી નવી ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તનો મામલો હાલ ભારે ચર્ચામાં આવ્યો છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે. અગાઉ પણ આ જ જગ્યા પર જૂનાગઢના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં યોગ્ય બેસવાની વ્યવસ્થા, મંડપ સર્વિસ કે પૂરતા પ્રમાણમાં ખુરશીઓ ન હોવાના કારણે તે સમયે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. આજે ફરીથી આ જ જગ્યા પર ખાતમુહૂર્ત થવાનું હોવાની સોશિયલ મીડિયામાં આમંત્રણ પત્રિકા વાઇરલ થઈ હતી, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ બાબતને ભ્રામક ગણાવીને રદિયો આપવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાના શાસકો સામે આક્ષેપો ​જોકે, આ મામલે જ્યારે વિપક્ષ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી ત્યારે ખલીલપુર રોડ પર જે જગ્યા પર ખાતમુહૂર્ત યોજાવાનું હતું ત્યાં સમિયાણો, મંડપ સર્વિસ, ખુરશીઓ અને ગાદલા સહિતનો તમામ સામાન વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિ સામે આવ્યા બાદ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા શાસકો સામે આક્રમક આક્ષેપો કરવામાં આવ્યા હતા. અગાઉ પણ આ ખાતમુહૂર્તના કાર્ડ વહેંચાઈ ગયા હતા: લલિત પરસાણા ​વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ વિગતવાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ખલીલપુર રોડ પરની ઝોનલ ઓફિસનું પાંચથી દસ દિવસ પહેલા પણ મંડપ સર્વિસ, ગોરબાપા તથા પૂજન વિધિની સામગ્રી ન હોવાને કારણે ખાતમુહૂર્ત કેન્સલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગામી 6 તારીખે સવારે 9 વાગ્યે આ ખાતમુહૂર્ત કરવાનું નક્કી કરાઈને તેના કાર્ડ પણ વહેંચાઈ ગયા હતા. આલીશાન સ્ટ્રક્ચર, ગાદલા અને ખુરશીઓ જેવી તમામ મંડપ સર્વિસ પણ ગોઠવાઈ ગઈ હતી, પરંતુ અચાનક આ બધી વસ્તુઓ હટાવી લેવામાં આવી અને કાર્યક્રમ રદ થયાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમના કાયદેસરના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્ય, સાંસદ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના તમામ પદાધિકારીઓના નામ છપાયેલા હતા. આ પ્રકારે મંડપ અને તૈયારીઓ થઈ ગયા બાદ કાર્યક્રમ રદ થવાથી પ્રજાના નાણાંનો દુરુપયોગ થયો છે અને ખોટો ખર્ચ થયો છે. મનપાના અધિકારીઓ દ્વારા સંકલન વગર આડેધડ કામ ​ટીપી રોડ અને ઝોનલ ઓફિસના વિવાદ વિશે વાત કરતા લલિત પરસાણાએ ઉમેર્યું હતું કે, જે જગ્યા પર આ ઝોનલ ઓફિસ ઊભી કરવામાં આવી રહી છે ત્યાંથી ટીપીનો રોડ નીકળે છે. ટીપી નંબર 6 લાગુ થઈ હોવાથી તેમાં મોટો વિવાદ પણ થયો છે અને મનપાના અધિકારીઓ દ્વારા કોઈની સાથે સંકલન વગર આડેધડ કામ કરવામાં આવી રહ્યું છે. જો આ રસ્તા પર જ ઝોનલ ઓફિસ બની ગઈ હોત તો પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં જતા રહેત અને બાજુમાં બનેલું યોગા સેન્ટર પણ આજે બંધ જ પડ્યું છે. વહીવટી તંત્રની અણઆવડતના કારણે મોટો ખર્ચ કર્યા બાદ આખું સ્ટ્રક્ચર ઉતારી લેવું પડ્યું છે અને આનો ખર્ચ કોણ ભોગવશે તે મોટો પ્રશ્ન છે. આ મંડપ કોણે નંખાવ્યા હતા? મહાનગરપાલિકા પોતાની વેબસાઇટ પર આ માહિતીને ભ્રામક બતાવવામાં આવે છે તો પછી આ મંડપ કોણે નંખાવ્યા હતા? જો કોઈ ખાનગી વ્યક્તિએ નાખ્યા હોય તો તેની પાસેથી નિયમોનુસાર ફી વસૂલ કરવી જોઈએ કારણ કે આ જગ્યા મહાનગરપાલિકાની માલિકીની છે. આ ગંભીર બાબતે કમિશનર, મેયર અને ભાજપના મુખ્ય પદાધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. મહાનગરપાલિકા દ્વારા કોઈ સમિયાણું નાખવામાં આવ્યું નથી: પલ્લવીબેન ઠાકરે ​આ સમગ્ર વિવાદ અંગે જ્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેયર ધર્મેશ પોશીયાએ ફોન રિસીવ કર્યો ન હતો. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્યાં કોઈ સમિયાણું નાખવામાં આવ્યું નથી અને કોઈ વિઝિટિંગ કાર્ડ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યા નથી. આ કોઈ શખ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ઈમેજ બનાવીને વાયરલ કરી હોઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો મહાનગરપાલિકાએ આ નથી કર્યું તો સ્થળ પર આ તમામ સામાન કોના દ્વારા ગોઠવવામાં આવ્યો છે અને તે અંગે શું કાર્યવાહી થશે, ત્યારે તેમણે હાલ કામમાં હોવાનું જણાવીને આ મામલે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક પર જાતિગત અપશબ્દો લખવા ભારે પડ્યા:કેશોદમાં 'લક્કી પટેલ' નામના યુઝર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
    Next Article
    Praful Patel Meets Sharad Pawar, Rejects Buzz Of Political Discussions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment