Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર જાતિગત અપશબ્દો લખવા ભારે પડ્યા:કેશોદમાં 'લક્કી પટેલ' નામના યુઝર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

    2 days ago

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જાતિગત વૈમનસ્ય ફેલાવતી અને અનુસૂચિત જાતિના સમાજ વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ 'લક્કી પટેલ' નામના ફેસબુક યુઝર વિરુદ્ધ કેશોદ પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સામાજિક કાર્યકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિરોધ દર્શાવતા વીડિયોના કોમેન્ટ બોક્સમાં આ જાતિગત ટિપ્પણી કરવામાં આવતાં સમગ્ર પંથકના દલિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સુરતના વિવાદાસ્પદ વીડિયોના વિરોધમાં મૂકેલા વીડિયો પર થઈ કોમેન્ટ ઘટનાની વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની, અનુસૂચિત જાતિના જિલ્લા અગ્રણી તેમજ જાણીતા સામાજિક કાર્યકર દેવદાનભાઈ કાનાભાઈ મુછડીયાએ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસો અગાઉ ફેસબુક પર સુરતની ક્રિષ્ણાબેન રાખોલિયા દ્વારા વાલ્મીકી સમાજને મકાન આપવા બાબતે તેમજ રાજપૂત, રબારી અને ભરવાડ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપતો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોનો લોકશાહી ઢબે વિરોધ કરવા અને બંધારણીય જવાબ આપવા માટે દેવદાનભાઈએ ગત 4 નવેમ્બરના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક પ્રતિક્રિયા વીડિયો પોસ્ટ કર્યો હતો. 'Lucky Patel' નામના ફેસબુક યુઝરે અંગ્રેજીમાં જાતિગત અપશબ્દો લખ્યા દેવદાનભાઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને સોશિયલ મીડિયામાં હજારો લોકોએ જોયો હતો અને વ્યાપક સમર્થન પણ આપ્યું હતું. જોકે, આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં 'Lucky Patel' (લક્કી પટેલ) નામના ફેસબુક એકાઉન્ટ ધારકે જાહેર પ્લેટફોર્મ પર અનુસૂચિત જાતિ પ્રત્યે હડધૂત કરવાના બદઈરાદાથી અંગ્રેજી ભાષામાં અત્યંત ગંદી અને જાતિગત અપમાનજનક ગાળો લખી હતી. ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર જાતિ પ્રત્યે નફરત ફેલાવતી કોમેન્ટ જોઈને સમાજના આગેવાનો અને નાગરિકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો હતો. પોલીસે SC-ST એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ DySPને સોંપી આ ગંભીર મામલે દેવદાનભાઈ મુછડીયાએ તાત્કાલિક કેશોદ પોલીસ સ્ટેશન પહોંચીને સ્ક્રીનશૉટ્સ અને પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસ મથકના પીઆઈ એમ.ડી. ચૌધરીએ મામલાની સંવેદનશીલતા પારખીને આરોપી ફેસબુક પ્રોફાઇલધારક લક્કી પટેલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) ની સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કાયદાકીય જોગવાઈ અનુસાર સમગ્ર કેસની આગળની સઘન તપાસ કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) એન.એસ. પટ્ટણીને સોંપવામાં આવી છે. સાયબર સેલની મદદથી આ ફેસબુક એકાઉન્ટ ઓપરેટ કરનાર મૂળ શખ્સનું IP એડ્રેસ અને લોકેશન ટ્રેસ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    Sabar Dairy Election | સાબરડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી મોકૂફ | Sabar Bank | Gujarati News
    Next Article
    ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ:ખાતમુહૂર્તના સ્થળ પર સમિયાણો પણ ગોઠવી દેવાયો, કમિટીના ચેરમેને કહ્યું- અમે કાર્યક્રમ નથી ગોઠવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment