Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર જાતિગત અપશબ્દો લખનાર સામે ગુનો દાખલ થયો.:સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના કોમેન્ટ બોક્સમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફેસબુક યુઝર 'લક્કી પટેલ' વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    6 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી અને અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ તથા સામાજિક કાર્યકર દેવદાનભાઈ કાનાભાઈ મુછડીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગંભીર બાબત અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સુરતના ક્રિષ્ણાબેન રાખોલિયા દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં વાલ્મીકી સમાજને મકાન આપવા બાબતે તેમજ રાજપૂત, રબારી અને ભરવાડ સમાજ વિરુદ્ધ બેફામ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ વાયરલ વીડિયોના વિરોધમાં અને તેનો જવાબ આપવા માટે ફરિયાદી દેવદાનભાઈએ ગત 4 નવેમ્બર 2026 ના રોજ સાંજના સમયે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક વિરોધ દર્શાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. ફરિયાદીનો આ વીડિયો હજારો લોકો દ્વારા જોવામાં આવ્યો હતો અને તેને વ્યાપક સમર્થન મળ્યું હતું. ​પરંતુ આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં 'Lucky Patel' (લક્કી પટેલ) નામના ફેસબુક યુઝર દ્વારા અંગ્રેજીમાં "જાતિગત અપશબ્દો" અપમાનજનક કોમેન્ટ લખવામાં આવી હતી. સોશિયલ મીડિયા જેવા જાહેર પ્લેટફોર્મ પર જાતિગત અપશબ્દો નોંધીને ફરિયાદીને જાતિ પ્રત્યે હડધૂત કરવાના આ કૃત્યને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે ફરિયાદીએ તાત્કાલિક કેશોદ પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ફેસબુક યુઝર લક્કી પટેલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. ચૌધરી દ્વારા આ ગુનો નોંધીને આગળની સઘન તપાસ ડીવાયએસપી એન.એસ.પટ્ટણીને સોંપવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી
    Click here to Read More
    Previous Article
    65 કિલો ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીને 8 વર્ષની કેદ:ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 2020માં ગુનો નોંધાયો હતો, વૈજ્ઞાનિક પુરાવાઓ આધારભૂત સાબિત થયા
    Next Article
    Morbi News | મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું | Mysterious Well | Seismological Activity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment