Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    65 કિલો ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીને 8 વર્ષની કેદ:ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 2020માં ગુનો નોંધાયો હતો, વૈજ્ઞાનિક પુરાવાઓ આધારભૂત સાબિત થયા

    5 hours ago

    અમદાવાદના ઈસનપુર પોલીસ મથકે વર્ષ 2020માં બે આરોપીઓ કયામુદ્દીન કુરેશી અને અન્ય એક સામે BNS અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ જેવા કાયદાઓ અંતર્ગત ફરિયાદ નોધાઇ હતી. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી કયામુદ્દીન કુરેશીને 08 વર્ષ કેદની સજા અને 02 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરોડા દરમિયાન 65 કિલો ગૌમાંસ ઝડપાયું કેસને વિગતે જોતા 5 મે, 2020 ના રોજ સવારે 11:15 વાગ્યે, ઈસનપુર ખાતે આવેલી ફૈઝલ પાર્કની દુકાન નંબર 14 માં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાંથી ગેરકાયદેસર રીતે કતલ કરાયેલું 65 કિલોગ્રામ ગૌવંશનું માંસ મળી આવ્યું હતું. તે ઉપરાંત માંસ કાપવાના સાધન, તોલવાના કાંટા અને માંસ લટકાવવાના હૂક પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દરોડો પાડનાર પોલીસ અધિકારીની જુબાની અને DNA તમેજ FSLના વૈજ્ઞાનિક પુરાવા આધારભૂત સાબિત થયા હતા. કોવિડ-19 લોકડાઉન દરમિયાન આરોપી કયામુદ્દીન કુરેશી પોઝિટિવ આવ્યો હોવાના કારણે તે સ્થળ પર ન હોવાના બચાવને કોર્ટે ફગાવી દીધો હતો. સહ આરોપી સામે માત્ર આરોપીના કથિત નિવેદન સિવાય અન્ય કોઈ સ્વતંત્ર કે પ્રત્યક્ષ પુરાવો કે વાહન જપ્તી મળી ન હોવાથી તેના પરના આરોપો સાબિત થઈ શક્યા નથી.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવારને લઈ સોમનાથમાં પોલીસનું ફ્લેગમાર્ચ:પ્રભાસ પાટણ પોલીસ દ્વારા મુખ્ય બજારો અને રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષાની સમીક્ષા કરાઈ
    Next Article
    ફેસબુક પર જાતિગત અપશબ્દો લખનાર સામે ગુનો દાખલ થયો.:સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના કોમેન્ટ બોક્સમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફેસબુક યુઝર 'લક્કી પટેલ' વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment