Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ઢસા ગામની સીમમાં સિંહ દેખાતા ફફડાટ:વાડીમાં કપાસના પાક વચ્ચે બેઠેલો હોવાની પ્રાથમિક માહિતી, વન વિભાગની ટીમ દોડી આવી

    6 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની સીમમાં સિંહ દેખાયાની ઘટના સામે આવી છે. ઢસા ગામના જલાલપુર રોડ પર આવેલી એક વાડીમાં કામ કરી રહેલા શ્રમિકોએ સિંહને જોયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વાડી વિસ્તારમાં સિંહ દેખાયાના સમાચાર ફેલાતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસના પાકમાં સિંહ બેઠો હોવાની માહિતી પ્રાથમિક માહિતી અનુસાર, વાડીમાં આવેલા કપાસના પાકમાં સિંહ બેઠો હોવાની જાણકારી મળી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે સતર્કતા જોવા મળી રહી છે. વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ સિંહની સ્થિતિ અને તેની આસપાસના વિસ્તાર અંગે તપાસ ચાલી રહી છે. જરૂર જણાશે તો વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:15 વર્ષીય સગીરાને ભગાડી જઈને આચર્યું દુષ્કર્મ, ગોવા લઈ જવાના બહાને ગોધરા સ્ટેશન ઉતારીને આરોપી ભાગી ગયો
    Next Article
    From H-1B Curbs To Racism: What Shaped The Indian-American Vote In Midterms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment