Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટલ બુકિંગ કરતાં પહેલાં ચેતો; નવસારી સાયબર ક્રાઈમની ચેતવણી:દિવાળી વેકેશનમાં નકલી વેબસાઈટ્સ પર પર્યટકોને ચૂનો લગાવતી સાયબર ગેંગ;'ઈ-ત્રિશુલ' એપ દ્વારા 'રિસ્ક રિપોર્ટ' ચકાસવા અપીલ

    9 hours ago

    દિવાળીના તહેવારો અને વેકેશનની મોસમ શરૂ થતાં જ પરિવાર સાથે પ્રવાસે જવાનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, ઓનલાઈન હોટલ, રિસોર્ટ, વિલા કે ધર્મશાળાનું બુકિંગ કરાવતા પર્યટકો માટે નવસારી સાયબર ક્રાઈમ પોલીસે લાલ બત્તી ધરી છે. સાયબર ઠગો દ્વારા અસલી વેબસાઈટો જેવી જ હૂબહૂ ફેક વેબસાઈટ્સ બનાવીને નિર્દોષ નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા સામે આવતાં નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગૂગલ સર્ચમાં નકલી વેબસાઈટોથી સાવધ રહેવું પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ અજાણતા ગૂગલ સર્ચમાં સીધું સર્ચ કરીને હોટલ બુક કરે છે, જેનો લાભ ઠગો ઉઠાવે છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉમંગ મોદીએ જણાવ્યું હતું કે બુકિંગ કરતી વખતે વેબસાઈટના યુઆરએલ (URL), સ્પેલિંગ અને વ્યાકરણની ચકાસણી કરવી જરૂરી છે. તદુપરાંત, નવસારી સાયબર ક્રાઈમ દ્વારા વિકસાવવામાં આવેલી 'ઈ-ત્રિશુલ' એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ શંકાસ્પદ લિંકનો 'રિસ્ક રિપોર્ટ' મેળવી વેબસાઈટની પ્રામાણિકતા ચકાસી શકાય છે. સુરક્ષિત બુકિંગ પદ્ધતિઓ અપનાવવાની સલાહ નકલી વેબસાઈટ્સ પર 'બુક નાઉ' પર ક્લિક કરતાં જ યુઝર સીધો કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પર રીડાયરેક્ટ થઈ જાય છે અને ફોન પર પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવે છે. સાયબર પોલીસે જાતે સર્ચ કરીને અજાણી લિંક્સ ખોલવાને બદલે 'મેકમાઈટ્રીપ' કે 'ગોઆઈબીબો' જેવા જાણીતા અને ઓથેન્ટિક પ્લેટફોર્મ્સ અથવા સ્થાનિક ભરોસાપાત્ર ફિઝિકલ ટ્રાવેલ એજન્ટો દ્વારા જ બુકિંગ કરાવવા ભારપૂર્વક અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર દેખાતી સસ્તા પેકેજની લોભામણી જાહેરાતોથી પણ દૂર રહેવા જણાવાયું છે. ફ્રોડ થાય તો 1930 નંબર પર તુરંત સંપર્ક કરવો કોઈ પણ અજાણ્યા વ્યક્તિના ખાતામાં સીધા UPI કે બેંક ટ્રાન્સફર દ્વારા એડવાન્સ પેમેન્ટ ન કરવા અને ક્રેડિટ કાર્ડ અથવા સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો જ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. જો કદાચ કોઈ નાગરિક ઓનલાઈન ફ્રોડનો શિકાર બને, તો નાણાકીય નુકસાન અટકાવવા માટે વિલંબ કર્યા વિના તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવા અથવા cybercrime.gov.in પર સત્તાવાર ફરિયાદ નોંધાવવા નવસારી સાયબર ક્રાઈમ ટીમે ખાસ સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનની મસ્જિદોમાં પરમાણુ બોમ્બ બનાવવાની માગ ઉઠી:કટ્ટરપંથી નેતા બોલ્યા- તેના વિના સુરક્ષિત નથી; અલી ખામેનીએ ફતવો બહાર પાડીને રોક લગાવી હતી
    Next Article
    ઈશ્વરીયા રોડ ઉપર ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ:રાજકોટ અને મેટોડાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment