Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાડીમાં આગ લાગતા ટ્રાફિક:થલતેજમાં કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી, સિંધુ ભવન રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાસેનો રોડનો ભાગ બંધ

    7 hours ago

    શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ઔડા ગાર્ડન નજીક ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બોડકદેવ ફાયર સ્ટેશનથી મીની ફાઈટર ની ગાડીને તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગી ત્યારે કાર ચાલક બહાર નીકળી ગયો હતો. આગ લાગવાની ઘટના બની હતી જેના પગલે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જોકે ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને કામગીરી કરવામાં આવી હતી. શહેરના સિંધુભવન રોડ ઉપર A Shridhar Wynn બાંધકામ સાઈટ ખાતે ચાવડા ઇન્ફ્રા લિમિટેડ દ્વારા કોન્ક્રીટ પંપનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેથી સિંધુભવન રોડથી જમણી બાજુ Sterling Hospitals તરફના વળાંકથી Sterling Hospitals સુધીનો રોડ (Armedia Lu) નો એક તરફનો માર્ગ 5 નવેમ્બર મોડી રાત સુધી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે. આ ઇન્સ્ટોલ કરવામાં આવનાર કોંક્રીટ પંપ વધુ વજન ધરાવતો અને મોટી સાઇઝમાં હોવાથી ક્રેઇન ઇન્સ્ટોલ કરતી વખતે કોઈ જાનહાનિ કે બનાવ બનવા ન પામે તે માટે આ જગ્યાનો માર્ગ ટ્રાફિક માટે ડાયવર્ટ કરવામાં આવશે. કોન્ક્રીટ પંપનું કામકાજ પુર્ણ થયા બાદ ટ્રાફિક માટે રોડ પૂર્વવત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Diwali से पहले महंगा हुआ Gold-Silver, कितनी बढ़ी कीमत? Gold Silver prices Today। Gold Price Hike
    Next Article
    વઢવાણ SBIએ દુકાને જઈ વેપારીઓને રૂ.10ના સિક્કા આપ્યા:દિવાળીમાં છૂટા પૈસાની તકલીફ ઓછી કરવા દરેક દુકાનને રૂ.500ના સિક્કા આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment