Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળામાં ચોપડા પૂજન સાથે સલામતીનો સંદેશ:દિવાળી પહેલાં વિદ્યાર્થીઓને ફટાકડા સાવચેતીથી ફોડવા અને વેકેશનમાં વાંચન-અભ્યાસ માટે માર્ગદર્શન

    3 days ago

    પાટણની ધી બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં દિવાળી નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચોપડા પૂજન કર્યું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શાળામાં આ સાથે સંસ્કાર, સલામતી અને ચોપડાના સદુપયોગનો સંદેશ અપાયો.વિદ્યાર્થીઓએ પોતાના ચોપડાઓનું પૂજન કર્યું. શિક્ષકોએ પણ ચોપડા પૂજનમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જ્ઞાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. ચોપડા પૂજન દ્વારા જ્ઞાન પ્રત્યે આદર રાખવા અને નિયમિત અભ્યાસ કરવાનો સંદેશ અપાયો. દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા અને ખુલ્લી, સુરક્ષિત જગ્યાનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું. આગ અને દાઝવાથી બચવા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે તહેવાર ઉજવવા પણ જણાવાયું. વેકેશનમાં રોજ થોડો સમય વાંચન, લેખન, ગણિતની પ્રેક્ટિસ, ચિત્રકામ, રમતગમત અને નવી પ્રવૃત્તિઓ માટે ફાળવવા પ્રેરણા અપાઈ. પરિવાર સાથે સમય વિતાવવા, મોબાઇલ અને ટીવીનો મર્યાદિત ઉપયોગ કરવા, પુસ્તકો વાંચવા અને માતા-પિતાને ઘરકામમાં મદદ કરવા પણ બાળકોને કહ્યું. શાળાએ આ આયોજન દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, શિસ્ત, સલામતી, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જીવનમૂલ્યો કેળવવાનો પ્રયાસ કર્યો.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને કાનપુરા શાળાના બાળકોને મીઠાઈ વહેંચી:‘ખુશીઓ કી દિવાલી’ પ્રોજેક્ટ હેઠળ ચવાણાનું પણ વિતરણ કર્યું
    Next Article
    જેલમાંથી છૂટી વડોદરામાં ચોરી:સિનિયર સિટીઝન મહિલાને ચપ્પુ બતાવી લૂંટનાર 19 વર્ષીય રીઢો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment