Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિરલને ફાંસી થવી જોઈએ', મૃતકના મામાનું દર્દ છલકાયું:અમદાવાદમાં ફોર્ચ્યુનરથી કચડવાના કેસમાં વધુ એક મહિલાનું મોત, એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું હતું

    3 days ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત પહેલા ચાર રસ્તા પાસેથી ફોર્ચ્યુનર જતી હોય તેના CCTV પણ સામે આવ્યા છે. આ સમયે ચાર રસ્તા પાસે પણ ફોર્ચ્યુનરની અડફેટે આવતા એક ટુ વ્હીલરનો બચાવ થયો હતો. અકસ્માતના બે દિવસ બાદ આજે 4 નવેમ્બરે 35 વર્ષીય સ્નેહલ વસોયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના પતિ કાર્તિક વસોયા પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો હતા. જેઓ હાથીજણની DPS સ્કુલના એડમિન વિભાગમાં કાર્યરત છે. જો કે પત્નીના મોતના સમાચાર મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. મૃતકને 4 વર્ષના ટ્વિન્સ બાળકો છે, જેમણે માતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક સ્નેહલના માતાએ કહ્યું હતું કે, આવા નાના બાળકોને રખડતા મૂકે, આ વિરલને ફાંસીની સજા થવી જોઈએ. પૈસાવાળાના લોકોને જીવવાનું, ગરીબ માણસોના છોકરાને જીવવાનું નથી? 'પત્નીને એટલી ઈજા હતી કે ઓળખાતી ન હતી' મૃતક સ્નેહલબેનના પતિ કાર્તિકભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ફૂટપાથ પર અમે ખરીદી કરી રહ્યા હતા. પાછળથી અચાનક એટલી ઝડપથી ગાડી આવી કે તેઓ કઇ સમજે તે પહેલા જ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અમે બન્ને બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોશમાં આવ્યા બાદ મે પોતાની પત્નીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. પત્નીને એટલી હદે ઈજાઓ પહોંચી હતી કે, લોહીલુહાણ હાલતમાં તેમને ઓળખવા પણ મુશ્કેલી થઈ રહી હતી. સિવિલ હોસ્પિટલના ICUમાં ડૉક્ટરો દ્વારા ભારે જહેમત અને બોટલો-ઇન્જેક્શનો આપવા છતાં અંતે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે સાડા ચાર વર્ષના બે માસૂમ બાળકોના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. પોલીસ અને ન્યાયતંત્ર સમક્ષ આ કેસને ફાસ્ટ ટ્રૅક પર ચલાવીને માનવ વિરુદ્ધ કૃત્ય કહેવાય એને ત્યારે આરોપીને દાખલો બેસે એ રીતે કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ છે. 'આ વીડિયો મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચાડજો' સ્નેહલના સસરા અશોકભાઈએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં કોઈ મહિલા નથી હવે. હવે બાપ-દીકરો અમે રહ્યા, બાળકોને દાદી પણ નથી. નાના બાળકોને મોટા કરવા સાચવવાના છે. આ વીડિયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફિસ સુધી પહોંચાડવાનો છે. કામ કરશોને સ્પેશ્યિલ ખાસ. એના ફાધર-સસરા તરફથી ઓફર છે તમને. કાયમ હિટ એન્ડ રન થાય છે તો તમે બધા બેઠા-બેઠા આંટા જ મારો છો બધા જ. સમાચાર નહીં જોતા, ડેઈલી હિટ એન્ડ રન બને છે. એવી પણ વિગત છે કે આના ઉપર એટલું પ્રેશર લાવો કે ગાડીઓ ચેક કરે? 'કોઈ નાના માણસને જીવવાનો હક્ક જ નથી' મૃતકના મામા મુકેશભાઈ ખોખરએ જણાવ્યું હતું કે, આવા ફૂલ દારૂ પીધેલા ઢગલો બજારમાં ફરે છે. હિટ એન્ડ રન વર્ષોથી ચાલે છે, જૂના હિટ એન્ડ રન થયા હોય ને એને પણ તમે સજા આપોને તો જ આ લોકો બીજાને સજા આપશે. તો આ લોકોને અત્યારે હજી ગઈકાલે તો એ પાછો જામીન લેવા નીકળ્યો છે, સરકાર શું કરે છે એ તો જોવો? કોઈ નાના માણસને જીવવાનો હક્ક જ નથી? વોટ લેવા હોય ત્યારે તો ઘેર દોડતા દોડતા આવો છો, ત્યારે કોઈને ખબર નથી પડતી. આજે આ છોકરાઓ માં વગરના થઈ ગયા, કેવો એક્સિડન્ટ થયા કે એનું ઓપરેશન કરીને પણ અમે સાજા ના કરી શકીએ? તમારી પાસે એવું કોઈ ઓપ્શન જ નથી? તો આવાને પકડો અને જેલ ભેગા કરો. પરિવારે કહ્યું કે, મૃતક સ્નેહલ વસોયાની કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. કારમાં વિરલનો મિત્ર સાગર પણ સવાર હતો હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ફૂટપાથ પર સોફા કવર વેચતાં માતા-પુત્રને ફોર્ચ્યુનર કારથી કચડી મારનાર ચાલક વિરલ ચૌધરી અકસ્માત સમયે એકલો નહોતો તેની સાથે કારમાં મિત્ર સાગર પણ સવાર હતો. બંને મિત્રોએ સાગરના ઘરે બિયરની મહેફિલ માણી હતી અને ત્યારબાદ જમવા નીકળ્યા હતા. જોકે, કાર ચલાવતી વખતે વિરલને નશો ઓછો લાગતાં તેણે એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં બિયરનું કેન ખોલી ચાલુ ડ્રાઇવિંગે પીવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર બેકાબૂ બની ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ સાગર કારમાંથી ઉતરીને ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. હવે આ કેસમાં સાગર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. એક હાથથી સ્ટીયરિંગ સંભાળી બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે વિરલ ચૌધરી અકસ્માત પહેલાં તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો.ત્યાં બંનેએ સાથે બેસીને બિયરની મહેફિલ માણી હતી.મહેફિલ પતાવ્યા બાદ બંને કાર લઈને જમવા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિરલને દારૂ ઓછો પડ્યો હોવાથી તેણે કારમાં રાખેલા સ્ટોકમાંથી વધુ એક કેન કાઢ્યું હતું અને એક હાથથી સ્ટીયરિંગ સંભાળી બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું હતું. ચાલુ કારે નશો કરવાને કારણે વિરલે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાગર વિરુદ્ધ સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરાશે અક્સ્માત થતાં જ સાગર કારમાંથી નીચે ઉતરીને ત્યાંથી ભાગી ગયો હતો,જ્યારે સ્થાનિક લોકોએ સ્ટીયરિંગ પર બેઠેલા વિરલને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સાગરનું નામ ખુલતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. સાગરે વિરલ સાથે મળીને બિયર પીધી હોવાથી તેમજ કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ હોવા છતાં તેને અટકાવ્યો ન હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની સામે સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરવામાં આવશે. સાગરને આઈ-વિટનેસ બનાવાશે બીજી તરફ, અકસ્માત થયો ત્યારે તે ફોર્ચ્યુનર કારની અંદર જ બેઠો હોવાથી આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેને બનાવનો મુખ્ય આઈ-વિટનેસ બનાવી તેના હેઠળ નિવેદન નોંધશે. સાગરની જુબાનીથી કોર્ટમાં એ સાબિત કરવામાં મદદ મળશે કે અકસ્માત વખતે વિરલ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો અને તે ચાલુ ડ્રાઇવિંગે નશો કરી રહ્યો હતો. આ પણ વાંચો: ફોર્ચ્યુનર સ્પીડમાં આવી ને કાર અને દિવાલ વચ્ચે યુવક દબાયો આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં વધુ એકવાર બેફામ સ્પીડે દોડતી કારનો આતંક જોવા મળ્યો. નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનરના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી ફૂટપાથ પર રહેલા ચાર લોકોને કચડી… (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાહુલની રેલીમાં ન ગયા એ 'લગ્નના ઘોડા'ને કોંગ્રેસે ઘરે બેસાડ્યા:યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ-કોર્પોરેશનમાં ટિકિટ મળી હોય તેનો પણ સમાવેશ
    Next Article
    દેસાઈ પરિવારનું દિવાળી સ્નેહમિલન યોજાયું:અમદાવાદની હોટલમાં 3થી 86 વર્ષના 65થી 70 સભ્યો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment