Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ બંને ગૃહોમાં હાર્યા, ડેમોક્રેટ્સને બહુમતી:અબ્દુલ અલ-સૈયદ બનશે અમેરિકાના પ્રથમ મુસ્લિમ સેનેટર: ટ્રમ્પે તેમને 'જેહાદી' કહ્યા હતા

    1 day ago

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ, મિશિગનમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સૈયદે જીત મેળવી છે. આ સાથે જ તેઓ અમેરિકાના ઇતિહાસમાં સેનેટર તરીકે ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ બની ગયા છે. ટ્રમ્પે અબ્દુલને ખુલ્લા મંચ પરથી 'જિહાદી' કહ્યા હતા. 25 ઑક્ટોબરે મિશિગનમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું, "હું અહીં એક જિહાદી અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યને અમેરિકન સેનેટર બનવાથી રોકવા આવ્યો છું." ટ્રમ્પે અબ્દુલ પર આતંકવાદીઓનો સાથ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જો અલ-સૈયદ સેનેટર બને છે, તો તેમણે સંસદમાં પ્રવેશ કરતા પહેલાં મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું જોઈએ. તેમણે 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતાં અલ-સૈયદની સરખામણી વિમાનનું અપહરણ કરનારા આતંકવાદીઓ સાથે પણ કરી હતી. હાઉસ ઓફ રિપ્રિસેન્ટિવ પ્રતિનિધિ સભામાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. પ્રારંભિક વલણોમાં વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટી 226 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 137 બેઠકો પર લીડ જાળવી રહી છે. સેનેટ સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 31 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આમાંથી ડેમોક્રેટિક પાર્ટીએ 19 અને રિપબ્લિકન પાર્ટીએ 12 બેઠકો જીતી છે. બાકીની 4 બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને સામેલ કરતાં ડેમોક્રેટિક પાર્ટી પાસે 53 અને રિપબ્લિકન પાર્ટી પાસે 43 બેઠકો છે. ગવર્નર કુલ 36 બેઠકોમાંથી 26 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 17 ડેમોક્રેટ્સ અને 9 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. 10 રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવ ઉછળ્યા:સોનું ₹3,486 વધીને ₹1.41 લાખ પહોંચ્યું, ચાંદી પણ મોંઘી થઈ; ગોલ્ડમાં એકસાથે રોકાણ ન કરવાની એક્સપર્ટની સલાહ
    Next Article
    'બે કરતાં વધુ બાળકો હોવા પર ચૂંટણીથી રોકવું ખોટું':સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયદા પર વિચાર કરવાની જરૂર; 5 રાજ્યોમાં લાગુ છે નિયમ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment