Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના સુપામાં વાંદરો પાંજરે પુરાયો:રહેણાંક મકાનોમાં ઘૂસી તોડફોડ કરતો, વાંદરાની અવરજવરથી પરેશાન ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    3 days ago

    નવસારી જિલ્લાના સુપા ગામમાં રહેણાક મકાનોમાં ઘૂસીને ઘરવખરીની ચીજવસ્તુઓ તોડતો વાંદરો વન વિભાગના પાંજરામાં પુરાયો છે. વાંદરાની અવરજવરથી પરેશાન ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વાંદરો છેલ્લા કેટલાક સમયથી ગામના રહેણાક વિસ્તારોમાં આવતો હતો. તે મકાનોમાં ઘૂસીને ચીજવસ્તુઓને નુકસાન કરતો હતો. તેના કારણે બાળકો, મહિલાઓ અને વડીલોમાં ડર હતો. ગ્રામજનો ઘર ખુલ્લાં રાખતા પણ ડરતા હતા. ફરિયાદ મળ્યા બાદ વન વિભાગની ટીમે ગામના જંગલ વિસ્તાર અને વાંદરાની અવરજવરવાળી જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ ટીમે યોગ્ય જગ્યાએ લોખંડનું પાંજરું ગોઠવ્યું હતું. વાંદરો પાંજરામાં ફસાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. તેમણે વન વિભાગની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વન્યજીવો માનવ વસાહતમાં આવે ત્યારે વન વિભાગનો સંપર્ક કરવા સ્થાનિક પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે, જેથી સમયસર પગલાં લઈ શકાય.
    Click here to Read More
    Previous Article
    ખાખસર શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો:રાકેશ સોલંકી અને સોનલ ચૌહાણે શાળામાં 27 અને 22 વર્ષ સેવા આપી
    Next Article
    Pia Dandiya Becomes 2nd Indian-American Woman Elected To US Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment