Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાખસર શાળાના બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો:રાકેશ સોલંકી અને સોનલ ચૌહાણે શાળામાં 27 અને 22 વર્ષ સેવા આપી

    3 days ago

    આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા પીએમ શ્રી-ગુજરાતમાં 3 નવેમ્બર 2026ના રોજ વિદાય સમારોહ યોજાયો. શાળામાં લાંબા સમય સુધી સેવા આપનાર શિક્ષક દંપતી રાકેશકુમાર રમણલાલ સોલંકી અને સોનલબેન અરવિંદભાઈ ચૌહાણની ખંભાત તાલુકાની ઇન્દિરા આવાસ બામણવા પ્રાથમિક શાળામાં બદલી થઈ છે. સોનલબેન ચૌહાણે ખાખસર શાળામાં 22 વર્ષ અને રાકેશકુમાર સોલંકીએ 27 વર્ષ સેવા આપી હતી. ગ્રામજનો, શાળા પરિવાર અને શિક્ષણ જગતના આગેવાનોએ બંનેને વિદાય આપી. સમારોહમાં તારાપુર તાલુકાના બી.આર.સી.સી. ડૉ. રાહુલભાઈ રબારી, પે સેન્ટરના સી.આર.સી. કોર્ડિનેટર અને આચાર્યો, શિક્ષકો તથા ખાખસર એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યો હાજર રહ્યા હતા. તારાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેન્દ્રસિંહ અને ખંભાત તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હસમુખભાઈ અનામી પણ ઉપસ્થિત રહ્યા હતા. 1999માં નિયુક્ત થયેલા અને પછી આ શાળામાંથી બદલી પામેલા જૂના સાથી શિક્ષકો વિરમભાઈ રબારી, બળવંતભાઈ પટેલ, રાવજીભાઈ બારોટ, કિરીટભાઈ પટેલ, લાલજીભાઈ મકવાણા અને વિઠ્ઠલભાઈ પરમાર પણ કાર્યક્રમમાં આવ્યા હતા. વિરમભાઈ રબારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના આચાર્યે શાળા પરિવાર વતી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ચારૂલબેન પટેલે આભારવિધિ કરી હતી.ખાખસર પ્રાથમિક શાળા પરિવારે બંને શિક્ષકોને નવી શાળામાં તેમની શૈક્ષણિક સફર માટે શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધાબા પરથી ₹1.42 લાખની 114 બેટરીની ચોરી:સાબરમતી સેન્ટ્રલ જેલના બ્લોકની લિફ્ટની બેટરીઓ ગાયબ, જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
    Next Article
    નવસારીના સુપામાં વાંદરો પાંજરે પુરાયો:રહેણાંક મકાનોમાં ઘૂસી તોડફોડ કરતો, વાંદરાની અવરજવરથી પરેશાન ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment