Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ટ્રેન નીચે આપઘાત મામલો:યુવકને બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર યુવતી અને શખ્સ સામે પોલીસ ફરિયાદ

    4 days ago

    મહેસાણા શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અને સુસાઇડ નોટની વિગતો અનુસાર, અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જયેન્દ્રભાઈ જયંતિલાલ છનાલાલ પ્રજાપતિ (ઉં.વ. 43) નામના યુવકે ગત 20 ઓક્ટોબર, 2026ના રોજ ઘરેથી નોકરીનું કહીને નીકળ્યા બાદ મહેસાણામાં ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના ભાઈ ભદ્રેશભાઈએ મહેસાણા પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં દ્રષ્ટિ ઉર્ફે દરશુ ભૂપેન્દ્ર મિસ્ત્રી અને દક્ષેશ મહેન્દ્રભાઈ પ્રજાપતિ નામના શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મોડીરાતે પરત ન ફરતા પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો મૃતક જયેન્દ્રભાઈ અમદાવાદના અમદુપુરા ખાતે સફલ માર્કેટમાં એપરલ શોપમાં નોકરી કરતા હતા અને રેડીમેડ કુર્તા-ઝભ્ભાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 20 ઓક્ટોબરના રોજ તેઓ બાઈક લઈને નોકરી અર્થે નીકળ્યા બાદ મોડી રાત્રિ સુધી પરત ન ફરતા તેમના ગુમ થવા અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરાઈ હતી. ત્યારબાદ 21 ઓક્ટોબર, 2026ના રોજ મહેસાણામાં રેલવે ટ્રેક પર ટ્રેન નીચે આવી જવાથી તેમનું મોત નીપજ્યાના સમાચાર મળ્યા હતા, જેને લઈને મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતકના હસ્તે લખેલી સુસાઈડ નોટ મળી આવી તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન અને તેમની હસ્તે લખેલી એક સુસાઇડ નોટ વાડજ પોલીસ સ્ટેશનમાં જમા કરાયેલી સબબ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મૃતકે ઉલ્લેખ કર્યો હતો કે, દ્રષ્ટિ ઉર્ફે દરશુ ભુપેન્દ્ર મિસ્ત્રી અને દક્ષેશ પ્રજાપતિ દ્વારા તેમને અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હતી અને બ્લેકમેલ કરી ઓનલાઇન માધ્યમથી તેમજ અલગ-અલગ ફાઇનાન્સ કંપનીઓ મારફતે મોબાઇલ ફોન અને નાણાં કઢાવી મોટું આર્થિક શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસે બે સામે ગુનો દાખલ કર્યો આ સાથે જ અન્ય છ લોકોએ બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવ્યાનો ઉલ્લેખ કરી સતત માનસિક ત્રાસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હોવાનું સુસાઇડ નોટમાં જણાવાયું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈની ફ્રિયાદના આધારે મહેસાણા પોલીસે દ્રષ્ટિ ઉર્ફે દરશુ ભુપેન્દ્ર મિસ્ત્રી અને દક્ષેશ મહેન્દ્રભાઈ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્પ્રેરણ સહિતના કાયદેસરના ગુના હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો:સલમાન ખાને પાપારાઝી સામે પોઝ આપ્યા; શિલ્પા, મૃણાલ, ભૂમિ અને ઉર્વશીનો ગ્લેમરસ અવતાર
    Next Article
    'વોકલ ફોર લોકલ' હેઠળ હેડક્વાર્ટર ખાતે સ્ટોલ્સ ઊભા કરાયા:સુરતના 37 પોલીસ સ્ટેશનના જવાનો સ્થાનિક સ્ટોલ્સમાંથી ખરીદી કરશે, નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment