Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો:સલમાન ખાને પાપારાઝી સામે પોઝ આપ્યા; શિલ્પા, મૃણાલ, ભૂમિ અને ઉર્વશીનો ગ્લેમરસ અવતાર

    4 days ago

    ફિલ્મ પ્રોડ્યૂસર રમેશ તૌરાનીએ મંગળવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન, બોબી દેઓલ, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર સહિત અનેક સેલિબ્રિટીઓ સામેલ થઈ હતી. પાર્ટીમાં સલમાન ખાન પહોંચતા જ પાપારાઝીએ તેને પોઝ આપવા માટે કહ્યું અને તેનું નામ લઈને બૂમો પાડવા લાગ્યા. આ દરમિયાન પાપારાઝી સતત ‘હેપ્પી દિવાળી’ અને ‘લવ યુ ભાઈજાન’ કહેતા સંભળાયા. તેના પર સલમાને પોતાના ખાસ અંદાજમાં પ્રતિક્રિયા આપી. સલમાન પાર્ટીમાં નવા ફિટ અને શાર્પ લુકમાં જોવા મળ્યો. તેણે બ્લેક શર્ટ અને જીન્સ પહેર્યા હતા. જુઓ દિવાળી પાર્ટીની તસવીરો- ફિલ્મ નિર્માતા રમેશ તૌરાની દર વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કરે છે. રમેશ પોતાના ભાઈ કુમાર એસ. તૌરાની સાથે મળીને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચલાવે છે. બંને ભાઈઓએ વર્ષ 1975માં ટિપ્સની શરૂઆત મ્યુઝિક કંપની તરીકે કરી હતી. 80 અને 90ના દાયકામાં ટિપ્સ બોલિવૂડની મોટી મ્યુઝિક કંપનીઓમાં સામેલ થઈ ગઈ. સંગીત ક્ષેત્રે સફળતા મેળવ્યા બાદ રમેશ તૌરાણીએ ફિલ્મ નિર્માણમાં પગ મૂક્યો. તેમણે 'સોલ્જર', 'ધ લેજન્ડ ઑફ ભગત સિંહ', 'રાજ', 'ઇશ્ક વિશ્ક', 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રેસ' જેવી ઘણી ચર્ચિત ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમની ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'થી શાહિદ કપૂરને લીડ એક્ટર તરીકે બોલિવૂડમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ યાર્ડમાં 5થી 11 નવેમ્બર સુધી હરાજી બંધ:દિવાળીના તહેવારોને પગલે નિર્ણય, મગફળી, અનાજ અને કઠોળની હરાજી નહીં થાય; શાકભાજી વિભાગ ચાલુ રહેશે
    Next Article
    મહેસાણામાં ટ્રેન નીચે આપઘાત મામલો:યુવકને બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર યુવતી અને શખ્સ સામે પોલીસ ફરિયાદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment