Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી ના હારી:સ્ત્રીઓને એકસાથે અનેક મોરચે લડવાની શક્તિ કુદરતે જ આપી દીધી છે

    1 day ago

    આજે 3 નવેમ્બરે રાષ્ટ્રીય ગૃહિણી દિવસ છે. જો કે ગૃહિણીઓનો કોઈ એક ચોક્કસ દિવસ હોય જ નહીં. કારણ કે, ગૃહિણીઓને 365 દિવસ ગૃહકાર્ય સાંભળવા યોદ્ધાની જેમ લડવું પડતું હોય છે, છતાં થાકવાનું તો નામ જ નહીં લેવાનું. મોરબીની ગૃહિણીઓએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ઉમેર્યું હતું કે લગ્ન કર્યા બાદ જવાબદારી ઘણી વધે, સંતાનોના જન્મ પછી પળવારની ફુરસદ ન મળે. પુરુષોને નોકરીમાં રજા મળે. પણ ગૃહિણીઓને રસોડે ક્યારેય રજા મળતી નથી. રવિવાર કે તહેવાર પર કામનું ભારણ વિશેષ વધી જાય છે.પણ કુદરતે નારીને એવી શક્તિ આપી છે કે, પરિવારની ખુશી માટે જાત ઘસી નાખે છે. બે મોરચે લડું છું, છતાં‎ જરાય તકલીફ પડતી નથી‎ હું સંયુક્ત પરિવારમાં રહું છું. એનાથી ઘણા ફાયદા થયા છે. હું ગૃહકાર્યની સાથે સાડીનો પણ બિઝનેસ કરું છું. ગૃહિણી તરીકે ક્યારેય ઘરમાં નાની અમથી પણ તકરાર થઈ નથી, કારણ કે સંયુક્ત પરિવાર હોય બધા જ સમજુ હોય ઘર હોય એટલે વાસણ ખખડે એવું બન્યું જ નથી. ગૃહિણી તરીકે કે વ્યવસાયમાં એમ બે મોરચે લડવામાં જરાય તકલીફ પડી નથી. > પ્રીતિબેન અતૂલભાઈ નારણીયા કોઈ ડિગ્રી વિના ઘરના નાણાંમંત્રી છીએ‎ અમે ગૃહિણી કોઈ ડિગ્રી વિના ઘરની ફાઇનાન્સ મિનિસ્ટર છીએ.મોંઘવારી ગમે તેટલી વધે, રસોડાની ગુણવત્તા કે પરિવારની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વગર બજેટ સંતુલિત રાખવું એ અમારું રોજીંદું મેનેજમેન્ટ છે. અમે ક્યારેય MBA નથી કર્યું, છતાં પૈસાનું આયોજન શ્રેષ્ઠ રીતે કરીએ છીએ. ગૃહકાર્ય અઘરું તો છે. પણ નારીમાં કુદરતે જ એવી શક્તિ આપી છે. > મીરાબેન યશભાઈ ગામી પરિવારનું સ્મિત જ અમારે ‎મન મોટી મૂડી છે‎ અમારો દિવસ ક્યારેય પૂરો નથી થતો, કોર્પોરેટમાં 8 કલાકની શિફ્ટ અને વીકેન્ડ ઓફ હોય છે, અમારે 24 કલાક અને 365 દિવસ નોન-સ્ટોપ ડ્યુટી. રવિવાર કે તહેવાર અમારે માટે વધુ કામ લઈને આવે છે, પણ પરિવારના ચહેરા પરનું સ્મિત જ અમારો સૌથી મોટો પગાર છે. પરિવારની ખુશી, દર્દીઓની સેવા જ ફરજનો સંતોષ અને પ્રેરણા છે. > આશાબેન યોગેશભાઈ વાધડિયા પગાર નહીં, માત્ર ‎માન-સન્માનની અપેક્ષા‎ "અમે ક્યારેય અમારા કામ માટે પગાર કે રજા માંગી નથી. બસ અપેક્ષા એટલી જ હોય છે કે ઘરમાં અમારા શ્રમની નોંધ લેવાય અને બે શબ્દો પ્રેમ તથા આદરના મળે. ''થેન્ક યૂ'' અમારો આખો થાક ઉતારી દે છે. એટલે ગૃહિણી તરીકે મને ક્યારેય ઓછપ લાગી જ નથી અને મેં કદી કોઈ કામમાં ટક ટક કર્યું જ નથી > પ્રફુલાબેન દિનકરભાઈ રાંકજા "મલ્ટી-ટાસ્કિંગ‎ અમારા લોહીમાં છે "ગેસ પર દાળ ઉકળતી હોય, મગજમાં બાળકના પ્રોજેક્ટનો વિચાર ચાલતો હોય અને હાથમાં વડીલોની દવાનું લિસ્ટ હોય આ બધું એકસાથે સંભાળવું એ કોઈ જાદુ નથી, અમારો પરિવાર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ છે. આ બધું કાર્ય કરવામાં ઘણીવાર આનંદ આવતો ઈશ્વરનું આભારી છું કે મને ગુણિયલ ગૃહિણી બનાવી. > ચંદ્રિકાબેન વિનયભાઈ બાવરવા
    Click here to Read More
    Previous Article
    ડોગ-બોમ્બ સ્ક્વોડ સહિત ટીમની તપાસ,કંઈ ન મળતાં રાહત:બોમ્બ ધડાકાની ધમકી બાદ સેન્ટ્રલ જેલમાં 3 કલાક સુધી સઘન ચેકિંગ
    Next Article
    Singer Kanika Kapoor Announces Separation From Husband Gautam Hathiramani After 4 Years Of Marriage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment