Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રોહિત-કોહલી રમતા જોવા મળશે:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી; બાઉન્ડરી નાની હોવાથી હાઈ સ્કોરિંગ મેચની આશા

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. તેની પહેલી મેચ આજે ઑકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઈન્ડિયન ટીમ 4 પેસર્સ અને 2 ઓળરાઉન્ડર્સ સાથે ઉતરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એકવાર ફરી ભારતીય જર્સીમાં રમશે. વળી, આ મેચ હાઈ સ્કોરિંગ રહેવાની પૂરી સંભાવના છે. તેનું કારણ છે ઑકલેન્ડનું મેદાન, જેની બાઉન્ડરી માત્ર 50-55 મીટર છે. જાન્યુઆરી 2020 પછી ઈડન પાર્કમાં થયેલી 4 વન-ડેમાંથી 3 પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી છે. આ દરમિયાન પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 286 રન રહ્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી અને બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલ ગાંધીનો મોદીને નવો પડકાર, નેહા બોરાને ભાજપે રાહુલની પોસ્ટર ગર્લ ગણાવી, ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ
    Next Article
    મિડટર્મ ચૂંટણીના શરૂઆતી વલણોમાં ટ્રમ્પને નુકસાન:બંને ગૃહોમાં ડેમોક્રેટ્સ આગળ, ગવર્નર ચૂંટણીઓમાં પણ રિપબ્લિકન પાર્ટી પાછળ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment