Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ વર્ષની બાળકીની છાતીમાં ઘૂસી કાતર:શ્વાસનળી અને ફેફસાંને ગંભીર ઈજા થવાનું જોખમ હતું, સારવાર મળતાં બાળકીનો આબાદ બચાવ

    9 hours ago

    અસારવા સિવિલ હોસ્પિટલમાં તબીબોની સમયસર સારવારના કારણે ત્રણ વર્ષની માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. કચ્છના શ્રમિક દંપતીની ત્રણ વર્ષની પુત્રી રમતી વખતે અકસ્માતે છાતીના ભાગમાં કાતર ઘૂસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. 29 ઓક્ટોબરના રોજ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ બાળકી તેના પાંચ વર્ષના ભાઈ સાથે રમી રહી હતી, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. શરૂઆતમાં બાળકીને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. બાળકીની ગંભીર સ્થિતિને જોઈને તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવાયો વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 29 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. પેડિયાટ્રિક સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાશ્વી અને ડૉ. મૃણાલિની સહિત એનેસ્થેટિસ્ટ તથા અન્ય તબીબોની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કરીને બાળકીની છાતીમાં ઘૂસેલી કાતર બહાર કાઢી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત હાલ સ્થિર છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કાતર હાડકાને આરપાર ન જતા મોટી દુર્ઘટના ટળી તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કાતર જો એક ઇંચ પણ ઉપર કે બાજુની તરફ ગઈ હોત તો શ્વાસનળી અથવા ફેફસાંને ગંભીર ઈજા પહોંચી શકી હોત. આ ઉપરાંત બે પાંસળીઓ વચ્ચેની જગ્યાએ ઈજા થવાથી ભારે રક્તસ્ત્રાવ થવાની પણ શક્યતા હતી. બાળકીની ઉંમર નાની હોવાને કારણે કાતરનો ઘા હાડકાને પાર કરી શક્યો નહોતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો કાતર હાડકાને પાર કરીને વધુ અંદર ગઈ હોત તો ધોરી નસો અને શ્વાસનળીને ગંભીર નુકસાન પહોંચી શક્યું હોત. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે, નાના બાળકો કઈ વસ્તુઓથી રમે છે તેના પર સતત નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને કાતર, છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ. બાળકોને આવી વસ્તુઓથી થનારા જોખમની સમજ ન હોવાને કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે. જો બાળકને ઈજા થાય અથવા અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષના ભ્રામક પ્રચાર સામે ભાજપના હલ્લાબોલની તૈયારી:વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો સાથે પ્રભારી ઋત્વિક પટેલની ઉપસ્થિતિમાં બેઠક મળી, તહેવારો દરમિયાન જન-જન સુધી પહોંચવા આહવાન
    Next Article
    નાગરિકો માટે નવી સુવિધા:સુવિધા સાથે નરોડા એસી કોમ્યુનિટી હોલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો, દૂધેશ્વર પંપીંગ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરનો કર્મચારી ચોરી કરતા પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment