Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષના ભ્રામક પ્રચાર સામે ભાજપના હલ્લાબોલની તૈયારી:વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો સાથે પ્રભારી ઋત્વિક પટેલની ઉપસ્થિતિમાં બેઠક મળી, તહેવારો દરમિયાન જન-જન સુધી પહોંચવા આહવાન

    10 hours ago

    વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા કથિત ભ્રામક પ્રચાર અને અરાજકતાનો જડબાતોડ જવાબ આપવા માટે એક મજબૂત અને આક્રમક વ્યૂહરચના તૈયાર કરવાનો હતો. જિલ્લા ભાજપ સંગઠને સત્તાવાર રીતે હલ્લાબોલનો નિર્ધાર કરી વિપક્ષના દરેક આરોપ અને અફવાઓ સામે સત્ય જનતા સમક્ષ લાવવાનો રોડમેપ ઘડી કાઢ્યો છે. આ બેઠકમાં પ્રદેશમાંથી ઋત્વિક પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. જનજાગૃતિ અને જન સંપર્કના કાર્યક્રમો વિપક્ષના વિરોધ સામે સંગઠનાત્મક તાકાત દર્શાવવા અને સામાન્ય નાગરિકો સાથેનું જોડાણ વધુ મજબૂત કરવા માટે બેઠકમાં વિવિધ માધ્યમો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારો અને તાલુકા મથકોએ ભાજપના કાર્યકરો અને નેતાઓ પદયાત્રા યોજીને સીધા લોકોના ઘર સુધી પહોંચશે અને સરકારની યોજનાઓ તથા સત્ય માહિતીથી લોકોને માહિતગાર કરશે. વિવિધ સ્થળોએ નાગરિક ગોષ્ઠિનું પણ આયોજન ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ‘નાગરિક ગોષ્ઠિ’નું આયોજન કરી વિપક્ષના ભ્રામક દાવાઓની વાસ્તવિકતા સ્પષ્ટ કરવામાં આવશે. યુવાનોને ગેરમાર્ગે દોરવાના વિપક્ષના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ખાસ યુવા સંવાદ કાર્યક્રમો યોજાશે, જેમાં સ્થાનિક તથા રાજ્યાત્મક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થશે. સંગઠનાત્મક મજબૂતી માટે આહવાન આ બેઠકમાં માત્ર વિપક્ષી રણનીતિનો સામનો કરવા પર જ નહીં, પરંતુ સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદ્રઢ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન ભાજપના પેજ સમિતિ અને બૂથ સ્તરના કાર્યકરો સક્રિય રીતે ભાગ લેશે. નવા મતદારો ઉમેરવા અને યાદીમાંની ક્ષતિઓ સુધારવા માટે સંગઠન તરફથી વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. દિવાળી અને આગામી તહેવારોના પર્વ દરમિયાન જિલ્લા તેમજ મંડળ સ્તરે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે. ભાજપના કાર્યકર્તાઓ તહેવારોની ઉજવણી સાથે જનજન સુધી પહોંચીને ઉત્સવના વાતાવરણ વચ્ચે પણ પક્ષનો સંદેશો પહોંચાડશે. આ બેઠકથી વડોદરા જિલ્લા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, વિપક્ષના કોઈપણ પ્રચાર કે અરાજકતા સામે સંગઠન પૂરી તાકાત અને આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે.
    Click here to Read More
    Previous Article
    NASA Telescope To Fall On Earth: Mumbai, Hyderabad In Possible Debris Zone
    Next Article
    ત્રણ વર્ષની બાળકીની છાતીમાં ઘૂસી કાતર:શ્વાસનળી અને ફેફસાંને ગંભીર ઈજા થવાનું જોખમ હતું, સારવાર મળતાં બાળકીનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment