Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગો ફ્લાઇટમાં ઇમરજન્સી દરવાજા સાથે છેડછાડ:દિલ્હીથી પુણે જઈ રહ્યું હતું વિમાન, લીવરને અડતાં જ એલાર્મ વાગ્યું; મુસાફર સામે કેસ નોંધાયો

    13 hours ago

    દિલ્હીથી પુણે જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સોમવારે એક પેસેન્જરે ઇમરજન્સી દરવાજાના લીવર સાથે છેડછાડ કરી. તેના કારણે ઉડાન દરમિયાન એલાર્મ વાગી ગયું અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટના ફ્લાઈટ 6E6884માં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુસાફર ગૌરવ સત્યેન્દ્ર રૌતેલા (33) પુણેનો રહેવાસી છે અને ઇમરજન્સી દરવાજા પાસે બેઠો હતો. ક્રૂ મેમ્બરની ફરિયાદ પર કેસ નોંધાયો ફ્લાઈટે સોમવારે રાત્રે લગભગ 12:45 વાગ્યે દિલ્હથી ઉડાન ભરી હતી. તે લગભગ 2 વાગ્યે પુણે પહોંચી હતી. ક્રૂ મેમ્બરની ફરિયાદ પર પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પેસેન્જરને નોટિસ આપી છે. મામલામાં આગળની તપાસ ચાલુ છે. તેની સામે નોંધાયેલા કેસમાં લગાવવામાં આવેલી કલમ બેદરકારી અથવા ઉતાવળમાં એવું કૃત્ય કરવા બદલ લાગુ પડે છે, જેના કારણે કોઈના જીવ અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમ ઊભું થાય. પોલીસના જણાવ્યા અનુસાર, ટેકઓફના થોડા સમય બાદ પેસેન્જરે ઇમરજન્સી દરવાજાના લીવર પર લાગેલા કવર સાથે છેડછાડ કરી હતી. તેના કારણે એલાર્મ વાગી ગયું. પોલીસે તેની સામે એરક્રાફ્ટ એક્ટની કલમો પણ લગાવી છે. પેસેન્જરનો બચાવ- તેને ખબર નહોતી એરપોર્ટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગોવિંદ પવારે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન રૌતેલાએ પોતાનો બચાવ રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે જિજ્ઞાસાના કારણે તેણે કવરને સ્પર્શ કર્યો હતો. રૌતેલાએ પોલીસને જણાવ્યું કે તેને ખબર નહોતી કે આ લિવર ઇમરજન્સી દરવાજા સાથે જોડાયેલો છે. પોલીસે કહ્યું કે ઇમરજન્સી દરવાજાની સિસ્ટમ સાથે છેડછાડ કરવાથી અન્ય મુસાફરોના જીવ અને સુરક્ષા માટે ખતરો ઊભો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    UK से लौटे इंजीनियर की होटल के बाथ टब में संदिग्ध मौत, कमरे का दरवाजा अंदर से था बंद
    Next Article
    કોડીનાર સગીરા ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ:ઉનાવાનની મીરા દાતાર દરગાહ બહાર શ્રદ્ધાળુંઓના ચપ્પલ સાચવનાર બે આરોપીએ બંને સગીરા પર દુષ્કર્મ આચર્યું, મેડિકલ તપાસમાં પણ દુષ્કર્મની પુષ્ટિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment