Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે:દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને ભાવનગરના મુખ્ય બજાર વિસ્તારમાં વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ

    2 days ago

    દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન ભાવનગર શહેરના મુખ્ય બજાર તથા આસપાસના વિસ્તારોમાં સ્થાનિક તેમજ બહારગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી બજારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે. આથી ટ્રાફિકનું સુચારુ નિયમન જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામુ આજથી તા.3/11 થી તા.9/11 સુધી દરરોજ બપોરે 2 કલાકથી રાત્રે 12 કલાક સુધી રાખવામાં આવ્યું છે, આ માર્ગો પર તમામ પ્રકારનાં ભારે તથા હળવાં વાહનોની અવરજવર, થોભવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે. પ્રતિબંધિત માર્ગો (1) ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી.રોડ થઈ ખારગેટ સુધી (બંને તરફ) (2)શેલારશા ચોકથી હેરીસ રોડના નાકા સુધી (બંને તરફ) (3) બાર્ટન લાઇબ્રેરીથી વોરા બજાર થઈ એમ.જી. રોડ સુધી (બંને તરફ) (4)ગોળ બજારથી એમ.જી. રોડ સુધી (બંને તરફ) (5) ગંગાજળિયા તળાવથી હેવમોર ચોક થઈ ઘોઘાગેટ સુધી (બંને તરફ) (6) હલુરિયા ચોકથી હાઈકોર્ટ રોડ થઈ ઘોઘાગેટ સુધી (બંને તરફ) (7) હલુરિયા ચોકથી પીરછલ્લા રોડ થઈ ટી.બી. જૈન સ્કૂલ, એમ.જી. રોડ સુધી (બંને તરફ) (8) ડબગરવાળી શેરીથી હાઈકોર્ટ રોડ (બંને તરફ) (9) હજૂરપાઈગા રોડથી હાઈકોર્ટ રોડ (બંને તરફ) અને (10) જમાદાર શેરીથી એમ.જી. રોડ સુધી (બંને તરફ) પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત માર્ગો પર આવતા વાહનો માટે તા.3/11 થી તા.9/11 સુધી દરરોજ બપોરે 2 થી રાત્રે 12 કલાક દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે શેલારશા ચોકથી સ્ટેશન રોડ તરફ તથા મોતીબાગ ટાઉનથી નવાપરા ચોક થઈ હલુરિયા ચોક અને ત્યાંથી દિવાનપરા રોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ફાયર બ્રિગેડનાં વાહનો, મહેસૂલ તથા પોલીસ વિભાગનાં ફરજ પરનાં વાહનો, એમ્બ્યુલન્સ, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનાં ફરજ પરનાં વાહનો, પોસ્ટલ વાહનો, કોર્પોરેશનનાં ઇમરજન્સી વાહનો, સરકારી વાહનો, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનાં વાહનો અને ડેરીનાં વાહનોને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના મેયર તરીકે 29 વર્ષીય રૂપસિંહ રાઠોડની વરણી:અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ બન્યા સ્ટેન્ડિંગ ચેરમેન
    Next Article
    નારણપુરા પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓનું લોકાર્પણ:કાલોલ તાલુકાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment