Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરમાં કાર સાથે સગીર-યુવકને જીવતા સળગાવી દીધા:અમરેલીમાં ડબલ મર્ડરની ઘટના, સવારે અડધી સળગેલી લાશો મળી; પૈસાની લેતીદેતીમાં હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

    2 days ago

    અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી અને નિર્મમ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીમાં સૂતેલા બે મજૂરના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. સવારે આ સળગેલી ગાડી અને મૃતદેહો જોતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની બે તસવીર મૃતકના પિતા કમલેશભાઈના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 11 વાગ્યા સુધી તેઓ જાગતા હતા. ત્યાર બાદ સૂઈ ગયા, જ્યારે તેમનો પુત્ર રવિ અને તેમની બહેનનો દિયર નીતિન ગાડીમાં સૂતા હતા. રાત્રે આશરે 12:30 વાગ્યા પછી ધડાકો થતાં તેમને ખબર પડી કે, ગાડીમાં આગ લાગી છે. તેમનો આક્ષેપ છે કે, પૈસાની લેવડદેવડ અને ગાડી રાખવા બાબતે વિનોદે આવીને ગાડીને સળગાવી દીધી. તપાસમાં મૃતકોની ઓળખ થઈ ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સળગી ગયેલા બંને મૃતદેહની ઓળખ કરી લીધી છે, જે બંને મધ્યપ્રદેશના ફળિયા તા.કાઠીવાડા જિ.અલીરાજપુરના વતની છે. ભાગીયા પરિવાર આશરે ચાર મહિનાથી કામ કરતો હતો : વાડીમાલિકના સંબંધી વાડી માલિકના સંબંધી રમેશ વાલજીભાઈ કાછડિયાના જણાવ્યા મુજબ, તેમના કાકા અશ્વિનભાઈ જીવરાજભાઈ કાછડિયાની વાડી છે, જેનું સંચાલન તેમના ભાઈ સુરેશ પટેલ કરે છે અને ત્યાં ભાગીયા રાખીને ખેતી કરાવે છે. રાત્રે આશરે 1:20 વાગ્યે તેમના ફુઆનો ફોન આવ્યો કે વાડીએ ભાગીયાની તૂફાન ગાડી સળગાવી દેવામાં આવી છે અને અંદર સૂતેલા ભાગીયાના બે છોકરા સળગી ગયા છે. આ ભાગીયા પરિવાર આશરે ચાર મહિનાથી ત્યાં કામ કરતો હતો. પોલીસ દ્વારા શંકાસ્પદોની પૂછપરછ અને કાર્યવાહી આ ડબલ મર્ડર કેસમાં લીલીયા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ દિશાઓમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત એરપોર્ટ પર 'કાઉ કેચર' શોભાના ગાંઠિયા સમાન:પરિસરમાં બેરોકટોક રખડતો આખલો કેમેરામાં કેદ, એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
    Next Article
    Mercedes GLC Electric Launch: Range, Features, Expected Price And More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment