Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત એરપોર્ટ પર 'કાઉ કેચર' શોભાના ગાંઠિયા સમાન:પરિસરમાં બેરોકટોક રખડતો આખલો કેમેરામાં કેદ, એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

    2 days ago

    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર કાગળ પર સાબિત થઈ છે. એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર પશુઓને અંદર આવતા રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે કાઉ કેચર લગાવવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે રવિવારે રાત્રે પરિસરમાં એક આખલો બિંદાસ્ત આંટાફેરા મારતો નજરે પડ્યો હતો. મુસાફરો અને ટેક્સીઓની સતત અવરજવર વચ્ચે આખલાની લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 2014ની મોટી દુર્ઘટનામાંથી પણ કોઈ બોધપાઠ નહીં સુરત એરપોર્ટ પર પશુઓનો ત્રાસ નવો નથી. વર્ષ 2014માં સુરત એરપોર્ટના રનવે પર ટેક-ઓફ સમયે ફ્લાઇટ સાથે ભેંસ અથડાવાની ભયાનક ઘટના બની હતી, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ક્ષોભજનક ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના મોટા-મોટા વચનો અપાયા હતા. જોકે, વાસ્તવિકતા એ છે કે તંત્રએ આ ગંભીર ભૂલમાંથી હજુ સુધી કોઈ બોધપાઠ લીધો નથી. 4 મહિનામાં બીજી વખત સુરક્ષા વ્યવસ્થામાં છીંડાં એરપોર્ટ જેવા હાઈ-સિક્યોરિટી અને અતિસંવેદનશીલ ઝોનમાં રખડતા ઢોર ઘૂસી જવાની ઘટના વારંવાર સામે આવી રહી છે. ગત 26 જુલાઈના રોજ પણ એરપોર્ટ પરિસરમાં ગાય દોડતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનાને ચાર મહિના પણ પૂરા નથી થયા ત્યાં હવે રાત્રિના સમયે ખૂંખાર આખલો ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો છે. વારંવાર બનતી આ ઘટનાઓ સાબિત કરે છે કે એરપોર્ટની સિક્યોરિટી માત્ર મુસાફરોના સામાનની તપાસ પૂરતી સીમિત રહી ગઈ છે. પાર્કિંગ અને પિકઅપ ઝોનમાં અકસ્માતનો મોટો ખતરો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જ્યારે ફ્લાઇટ્સનું આગમન હોય ત્યારે પાર્કિંગ અને પિકઅપ-ડ્રોપ ઝોનમાં મુસાફરો, ખાનગી વાહનો તેમજ કેબ ડ્રાઇવરોની ભારે ભીડ હોય છે. આવા સમયે જો કોઈ તોફાની પશુ મુસાફરો કે વાહનો પાછળ દોડે તો મોટી ભાગદોડ અને અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. પશુઓ વાહનોને નુકસાન પહોંચાડે કે કોઈ પેસેન્જરને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડે તે પહેલાં નક્કર પગલાં લેવા જરૂરી છે. માત્ર કાઉ કેચર મૂકી સંતોષ માનતું તંત્ર હવે અપગ્રેડેશનના નામે બચાવમાં માત્ર એન્ટ્રી ગેટ પર કાઉ કેચર લગાવી દેવાથી એરપોર્ટ પ્રશાસનની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. ગેટ પર સિક્યોરિટી ગાર્ડ્સ હોવા છતાં આખલો અંદર કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો તપાસનો વિષય છે. વીડિયો વાયરલ થયા બાદ ચારેબાજુથી થૂં-થૂં થતાં એરપોર્ટ પ્રશાસને પોતાની ભૂલ સ્વીકારવાના બદલે હવે કાઉ કેચરની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા તેને અપગ્રેડ કરવાની વાતો શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું:12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ; અનેક ઝાડ- વીજળીના થાંભલા પડી ગયા, 30 ફ્લાઇટ્સ રદ
    Next Article
    ખેતરમાં કાર સાથે સગીર-યુવકને જીવતા સળગાવી દીધા:અમરેલીમાં ડબલ મર્ડરની ઘટના, સવારે અડધી સળગેલી લાશો મળી; પૈસાની લેતીદેતીમાં હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment