Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં તુફાન વાહનમાં આગ ચાંપી બે મજૂરની નિર્મમ હત્યા:બંને વાહનમાં સુતેલા હતા ને બહારથી અજાણ્યા ઈસમોએ આગ ચાંપી સળગાવી દીધા

    21 hours ago

    અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક સળગેલી તુફાન પેસેન્જર વાહનમાંથી બે વ્યક્તિની બાળેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાહનની અંદર સૂતેલા મધ્યપ્રદેશના બે મજૂર પર અજાણ્યા ઈસમોએ બહારથી વાહનને આગ ચાંપી દઈ ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ તેમજ એફ.એસ.એલ. (FSL) સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના વતની એવા 16 વર્ષીય રવિ કમલેશભાઈ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસીંગ પચાયા તરીકે થઈ છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડ સંદર્ભે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડી.વાય.એસ.પી. (DYSP) વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    अहमदाबाद में फुटपाथ पर सो रहे परिवार पर चढ़ाई फॉर्च्यूनर, महिला की मौत, दो गंभीर घायल
    Next Article
    ગ્લેન મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાના ત્રીજા ટોચના સ્કોરર, મેલબર્ન સ્ટાર્સ માટે રમતા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment