Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલગાડી પાટા પરથી ઉતરતાં ટ્રેનો અટકી:ગોધરામાં દિવાળીએ હજારો મુસાફરો ફસાયા; કેટરિંગ ટીમે નાસ્તો અને પાણી આપ્યાં

    23 hours ago

    રતલામ મંડળમાં જેકોટ અને મંગલમહુડી સ્ટેશન વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના કારણે મુંબઈ-દિલ્હી મુખ્ય રેલવે રૂટ પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાથી ગોધરા સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયા હતા. આ ઘટનાને પગલે વડોદરા-રતલામ મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. દિવાળીની ઉજવણી માટે વતન જઈ રહેલા શ્રમિકો અને અન્ય મુસાફરો ગોધરા સ્ટેશન પર અટવાયા હતા. સુરક્ષાના કારણોસર દિલ્હી રૂટની કેટલીક પેસેન્જર ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. વડોદરા-ગોરખપુર એક્સપ્રેસ ગોધરા સ્ટેશન પર ચાર કલાકથી વધુ સમય ઊભી રહી હતી. જબલપુર એક્સપ્રેસને ડેરોલ સ્ટેશન પર, શાંતિ એક્સપ્રેસને છાયાપુરી અને પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા સ્ટેશન પર રોકવામાં આવી હતી. ગોધરા સ્ટેશન પર રેલવે કેટરિંગની યુવા ટીમે મુસાફરોને મદદ કરી હતી. ટીમે અટવાયેલા મુસાફરોને નિઃશુલ્ક નાસ્તો, પાણી અને નમકીન આપ્યાં.
    Click here to Read More
    Previous Article
    ‘નોકરી કરતાં ધંધો સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે’:12000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક ગોવિંદ કાકા બોલ્યા- બિઝનેસમાં સંઘર્ષ પણ પ્રગતિ ટોપ ગિયરમાં થશે
    Next Article
    Samson's Technique Called Into Question After NZ Series: "Failures Again"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment