Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક સંકેતો અને મજબૂત પરિણામોથી શેરબજારમાં દિવાળી પૂર્વે સાવધાનીપૂર્વક તેજીનો માહોલ...!!!

    14 hours ago

    રોકાણકાર મિત્રો, આનંદ ને...!! ભારતીય શેરબજારમાં સોમવારના રોજ મજબૂત તેજી સાથે વૈશ્વિક તણાવ હળવો થવાની આશાએ બજારમાં તેજી સેન્સેક્સ-નિફ્ટીમાં સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અપેક્ષા કરતાં સારા ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સ્તરે રાજદ્વારી વાટાઘાટો આગળ વધવાની આશાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂતી આપી હતી. સેન્સેક્સમાં આશરે 1200 પોઇન્ટ અને નિફ્ટીમાં આશરે 314 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. આ તેજી દર્શાવે છે કે અગાઉના સત્રોમાં વધઘટ વચ્ચે રોકાણકારો ફરી પસંદગીના મોટા શેરોમાં ખરીદી તરફ વળ્યા હતા. બજારમાં તેજી પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર રહ્યાં હતાં. પ્રથમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અપેક્ષા કરતાં સારા નફાની જાણ કરતાં તેના શેરમાં આશરે 5.4 ટકાનો વધારો નોંધાયો હતો. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી અંગેની ચિંતામાં થોડી રાહત મળી હતી. ત્રીજું, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે રાજદ્વારી વાટાઘાટો આગળ વધવાની આશાએ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો. આ પરિબળોના સંયોજનથી રોકાણકારોએ મોટા શેરોમાં ખરીદી વધારી હતી. વૈશ્વિક બજારોમાંથી ભારતીય બજારને મિશ્ર સંકેતો મળ્યા હતા. અમેરિકાના ડાઉ જોન્સમાં 1.09 ટકા, એસએન્ડપી 500માં 1.82 ટકા અને નાસ્ડેકમાં 2.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ક્રૂડના ભાવમાં ઘટાડો અને ઈરાન સાથે સંભવિત સમજૂતી અંગેની આશાએ ભારતીય બજારમાં સકારાત્મક શરૂઆતને ટેકો આપ્યો હતો. એશિયાના બજારોમાં પણ એકસરખું વલણ જોવા મળ્યું નહોતું. આમ, સ્થાનિક કંપનીઓનાં પરિણામો અને ક્રૂડના ભાવ ભારતીય બજાર માટે વૈશ્વિક નબળાઈ સામે સહાયક પરિબળ બન્યાં હતાં. મુખ્ય ક્ષેત્રોના 16 સૂચકાંકોમાંથી 15માં વધારો નોંધાયો હતો. મિડકેપની કંપનીઓના શેરોમાં આશરે 0.8 ટકા અને સ્મોલ કેપની કંપનીઓના શેરોમાં 0.3 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. અગાઉના ચાર વેપાર દિવસોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદાર બન્યા હતા. 30 ઑક્ટોબર સુધીના ચાર સત્રોમાં તેમની ચોખ્ખી ખરીદી આશરે રૂ.6,305 કરોડ રહી હતી. આથી અગાઉની સતત વેચવાલી બાદ રોકાણકારોના વલણમાં સુધારાના સંકેત મળ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી પણ બજારને ટેકો આપતું પરિબળ બની રહી હતી. જોકે, 2 નવેમ્બરના દિવસના અંતિમ ખરીદી-વેચાણના આંકડા ઉપલબ્ધ ન હોવાથી તે અંગે ચોક્કસ આંકડો આપવો યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારના એશિયાઈ વેપારમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ આશરે 111.23 ડોલર હતો, જે અગાઉના બંધ કરતાં લગભગ 1.97 ટકા ઓછો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત માટે સકારાત્મક છે, કારણ કે તે આયાત ખર્ચ, મોંઘવારી અને ઊર્જા આધારિત કંપનીઓના ખર્ચ પરનું દબાણ ઘટાડી શકે છે. બીજી તરફ, સોના અને ચાંદીના વાયદામાં અનુક્રમે આશરે 0.49 ટકા અને 1.45 ટકાનો વધારો નોંધાયો હતો. ભાવિ દિશા :- આગામી સત્રોમાં નિફ્ટી માટે 23,300નું સ્તર નજીકનો મહત્ત્વપૂર્ણ અવરોધ બની શકે છે. આ સ્તરની ઉપર મજબૂત ટકાવારી અને વ્યાપક ખરીદી જોવા મળે તો તેજી આગળ વધવાની શક્યતા રહેશે. બીજી તરફ, 23,200ની નીચે ઘટાડો થાય તો 23,000નો વિસ્તાર નજીકના ટેકા તરીકે ધ્યાનમાં રાખવો જરૂરી રહેશે. વિદેશી રોકાણકારોની ખરીદી, ક્રૂડના ભાવ અને વૈશ્વિક રાજદ્વારી વાટાઘાટોની પ્રગતિ બજારની આગળની દિશા નક્કી કરવામાં મુખ્ય પરિબળો રહેશે. એકંદરે પ્રારંભિક વેપારમાં ભારતીય શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી. ક્રૂડના ભાવમાં ઘટાડો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં સારા પરિણામો અને વિદેશી રોકાણકારોની ખરીદીના સંકેતોએ બજારને ટેકો આપ્યો હતો. જોકે, વૈશ્વિક બજારોની નબળાઈ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને બજારની આગળની દિશા માટે સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરવું જરૂરી રહેશે. તા.03.11.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. તા.02.11.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23415 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23505 પોઈન્ટના પ્રથમ અને 23575 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23373 પોઈન્ટથી 23303 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23272 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ મુથૂટ ફાઇનાન્સ ( 2531 ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.2505નો પ્રથમ તેમજ રૂ.2488ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.2547થી રૂ.2563 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.2570 ઉપર તેજી તરફી ધ્યાન...!! ગ્લેનમાર્ક ફાર્મા ( 2378 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.2344 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2330ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2390થી રૂ.2404 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટસ ઓફ ઇન્ડિયા ( 2190 ) :- રૂ.2163નો પ્રથમ તેમજ રૂ.2144ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.2208 થી રૂ.2218 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સિપ્લા ( 1384 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1397થી રૂ.1404ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1357નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! લોઢા ( 1006 ) :- રૂ.01ની ફેસવેલ્યુ ધરાવતા રિયલ એસ્ટેટ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.990નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1017થી રૂ.1024 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    India Blank South Korea 8-0 In Asian Champions Trophy, To Face Them In SFs Too
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:શાહે કહ્યું- રાહુલ PM ન બની શકે; ચક્રવાત 'મુરાસુ'ના કારણે ફ્લાઈટ્સ રદ-શાળા બંધ; દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છતાં ફટાકડા ફોડવાની મંજૂરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment