Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી ગિફ્ટના ફોટા અને વીડિયો મુદ્દે સિવિલમાં હોબાળો:આઉટસોર્સિંગના બે કર્મચારીઓ વચ્ચે થઈ લાફાવાળી, એક કર્મચારીને છૂટો કરવાની તૈયારી

    16 hours ago

    ગાંધીનગર સ્થિત સિવિલ હૉસ્પિટલના વહીવટી વિભાગમાં દિવાળીની ગિફ્ટ અને તેના ફોટો-વીડિયો ઉતારવા જેવી નજીવી બાબતે આઉટસોર્સિંગના બે કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ હોવાની શરમજનક ઘટના સામે આવી છે. સરકારી પરિસરમાં ફરજ દરમિયાન થયેલી આ આંતરિક ખેંચતાણ અને લાફાવાળીના પગલે સિવિલ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોગી કલ્યાણ સમિતિના કર્મી અને વહીવટી ક્લાર્ક વચ્ચે તૂ-તૂ મેં-મેં ઘટનાની વિગતો મુજબ, દિવાળીના તહેવારને અનુલક્ષીને એક બેંકના પ્રતિનિધિ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની વહીવટી કચેરીમાં આવ્યા હતા અને સ્ટાફને દિવાળી ગિફ્ટનું વિતરણ કરી રહ્યા હતા. આ સમયે રોગી કલ્યાણ સમિતિના ફાઇનાન્સ મેનેજર સહિતના કેટલાક કર્મચારીઓ ગિફ્ટ સ્વીકારી રહ્યા હતા. તે દરમિયાન કચેરીમાં હાજર અન્ય એક કર્મચારીને સરકારી કચેરીમાં આ પ્રકારે ગિફ્ટ સ્વીકારવાની બાબત અયોગ્ય લાગતાં, તેણે પોતાના મોબાઇલ ફોનમાં આ સમગ્ર ઘટનાનું શૂટિંગ અને ફોટોગ્રાફી શરૂ કરી દીધી હતી. વીડિયો શૂટિંગ રોકવા જતાં બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો એક કર્મચારી માટે આવેલી દિવાળી ગિફ્ટ તેમજ વિતરણનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવતાં રોગી કલ્યાણ સમિતિના કર્મચારી અને વહીવટી ક્લાર્ક વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. વીડિયો ડિલીટ કરવા અને શૂટિંગ બંધ કરવા બાબતે થયેલી આ તીખી રકઝક જોતજોતામાં હિંસક બની ગઈ હતી. બંને કર્મચારીઓએ તમામ મર્યાદાઓ નેવે મૂકીને કચેરીમાં જ સામસામે લાફા ઝીંકી દીધા હતા, જેને પગલે અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો. શિસ્તભંગ બદલ એક કર્મચારીને છૂટો કરવાની તૈયારી સરકારી હૉસ્પિટલના એડમિન બ્લોકમાં જાહેરમાં થયેલા આ તમાશાની વાત સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચી હતી. હોસ્પિટલ પ્રશાસને આ સમગ્ર પ્રકરણને ગંભીર ગેરશિસ્ત ગણીને આકરું વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિસ્તભંગ અને કચેરીનું વાતાવરણ ડહોળવા બદલ મારામારીમાં સંડોવાયેલા એક આઉટસોર્સિંગ કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અધિકારીએ સ્વમાનને પ્રાધાન્ય આપ્યું?:કોર્પોરેટર-અધિકારી વચ્ચેની મારામારીમાં નવો વળાંક, સમાધાન માટે મેયરની અધ્યક્ષતામાં દોઢ કલાક બેઠક મળી; ત્રણ કલાક બાદ ફરિયાદ
    Next Article
    રિપોર્ટ- અમેરિકન ચૂંટણીમાં દખલ કરી રહી છે ભારતીય કંપનીઓ:બોગસ સોશિયલ મીડિયા અકાઉન્ટથી પ્રચાર; કન્ટેન્ટ ક્રિએટર્સ પૈસા લઈને વિરોધી નેતાઓની છબી ખરાબ કરી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment