Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકારીએ સ્વમાનને પ્રાધાન્ય આપ્યું?:કોર્પોરેટર-અધિકારી વચ્ચેની મારામારીમાં નવો વળાંક, સમાધાન માટે મેયરની અધ્યક્ષતામાં દોઢ કલાક બેઠક મળી; ત્રણ કલાક બાદ ફરિયાદ

    15 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી અને કાઉન્સિલર વચ્ચે થયેલી હિંસક મારામારીના કેસમાં મોડી રાતે નવો વળાંક સામે આવ્યો છે. સાંજના સમયે મેયરની સત્તાવાર ઉપસ્થિતિમાં યોજાયેલી લગભગ દોઢ કલાક લાંબી બેઠક બાદ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ બેઠકના 3 કલાક બાદ ભોગ બનનાર અધિકારી પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બાપોદ પોલીસ મથક ખાતે પુનઃ ફરિયાદ નોંધાવા પહોચ્યા હતા. સમાધાન થઈ ગયું હોવાની જાહેરાત માથે દેવાઈ હતી વડોદરા.મહાનગરપાલિકાના વોર્ડ-4માં ખોડિયાર નગર નજીક વરસાદી કાંસ વિભાગમાં ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ રોહિતને વોર્ડ 4 ના કોર્પોરેટર મયુર ચોવટિયા દ્વારા ભ્રષ્ટાચારના આરોપ સાથે માર મારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ કોર્પોરેશનની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચે સમાધાન બેઠક યોજાઈ હતી. આ બેઠક દોઢ કલાક ચાલી હતી. આ બેઠક બાદ મેયરે માધ્યમો સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે સમગ્ર મામલે પતાવટ થઈ ગઈ છે અને હવે બંને પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવશે નહીં. સમાધાનનો આનંદ ક્ષણિક સાબિત થયો જોકે, આ સમાધાનનો આનંદ અને શાંતિ માત્ર ત્રણ કલાક સુધી જ ટકી શક્યા હતા અને મોડી રાત્રે અચાનક સ્થિતિ પલટાઈ ગઈ હતી. સમાધાનની જાહેરાત અને મેયરની ખાતરી હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ મામલે શાંત બેસવા તૈયાર નહોતા. દોઢ કલાકની બેઠકમાં થયેલી સંમતિને બાજુ પર મૂકીને અને મેયરની સૂચના તથા સ્પષ્ટતાને અવગણીને અધિકારીઓ આખરે રાત્રિના સમયે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા. અધિકારીઓના આ વલણથી સ્થાનિક રાજકારણ અને કોર્પોરેશનના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મેયર દ્વારા મામલો ઠાળે પાડવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં અધિકારીઓ પોતાની માગણી અને વિરોધ પર મક્કમ રહ્યા હતા, જેને કારણે પાલિકાનું શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બેઠક બાદ પણ કોર્પોરેટરનું વલણ ન બદલાયું હોવાના આરોપ અધિકારીઓ બાપોદ પોલીસ મથકે પહોંચતા જ પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. આ ઘટનાને પગલે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠનમાં રહેલો અસંતોષ પણ સપાટી પર આવ્યો છે. સમાધાનની વાતચીત બાદ પણ અધિકારીઓએ કાયદાકીય કાર્યવાહીનો રસ્તો પસંદ કરતા હવે આ સમગ્ર વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફરિયાદી પ્રકાશ રોહિતે જણાવ્યું હતું કે, સમાધાન બેઠકમાં મેં કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જોકે, બાદમાં મેં ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવતા અમને કહ્યું હતું કે તમે જે ઇચ્છો એ કરી શકો. આ ઘટના અને સમાધાન બેઠક બાદ પણ કોર્પોરેટર દ્વારા નવો વીડિયો મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ અધિકારી પ્રકાશ રોહિત દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે મોડી રાત સુધી ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા 4 લોકોને ફોર્ચ્યુનરે કચડ્યા:એક મહિલાનું મોત, બાળક સહિત 3 ઘાયલ; કારમાંથી બિયરનું ટીન મળ્યું; લોકોએ ચાલકને ઝડપી મેથીપાક ચખાડ્યો
    Next Article
    દિવાળી ગિફ્ટના ફોટા અને વીડિયો મુદ્દે સિવિલમાં હોબાળો:આઉટસોર્સિંગના બે કર્મચારીઓ વચ્ચે થઈ લાફાવાળી, એક કર્મચારીને છૂટો કરવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment